જામનગર: દેશ તેમજ દુનિયા કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. દિવસેને દિવસે દેશમાં કોરોના વાઇયરસની ચપેટમાં આવેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સરકાર દ્રારા વાઇરસથી બચવા માટે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે, ત્યારે જામનગરમાં આરોગ્ય વિભાગે ખાણીપીણી બજાર પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જામનગરની જી.જી હોસ્પિટલની સામે આવેલી 15 જેટલી ખાણીપીણીની દુકાનો પર આરોગ્ય વિભાગે ચેંકિગ હાથ ધર્યું હતું.
કોરોનાનો ઈફેક્ટ: જામનગરમાં આરોગ્ય વિભાગે ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધર્યું - જામનગર કોરોના ઇફેકટ
કોરોના વાઈરસના કહેરને ધ્યાનમાં રાખીને જામનગરમાં આરોગ્ય વિભાગે ખાણીપીણી બજારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ખાણીપીણી બજારોમાં આવેલી દુકાનોમાં કેટલી સફાઇ અને કાળજી રાખવામાં આવી રહી છે, તેને લઇને ચેંકિગ હાથ ધરાર્યું છે.
જી.જી હોસ્પીટલમાં મોટી સંખ્યામાં દર્દીઓની સાથે પરિવારજનો આવતા હોવાથી હોસ્પિટલની સામે આવેલી ખાણીપીણીની દુકાનોમાં ભારે માત્રામાં ભીડ જોવા મળતી હતી. જેને લઇને આરોગ્ય વિભાગે દરેક દુકાનોમાં કોરોના વાઇરસથી બચવા માટે કેટલી કાળજી લેવાય છે, તે અંગે ચેંકિગ હાથ ધર્યું હતું. જેમાં દુકાનદારો વાસી ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરીને લોકોને વેચતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્રારા વાસી ખાદ્ય પર્દાથોનો સ્થળ પર નાશ કરી દેવામાં આવ્યો હતો અને દુકાનદારોને કાળજી રાખવા અંગે જાણ કરી હતી. આ ઉપરાંત કાળજી ન લેવા પર દુકાનોને સીલ કરવાની ચીમકી પણ આપી હતી.