ગુજરાત

gujarat

વાયુ વાવાઝોડાએ જામનગરને બક્ષ્યું, વાવાઝોડાનું સંકટ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

By

Published : Jun 14, 2019, 7:08 PM IST

જામનગર: જિલ્લમાં 11મી જૂનના સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જામનગર એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયોકિનારો ધરાવતો જિલ્લો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

syclone

જિલ્લા તંત્રે બે દિવસમાં 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા. સાથે જ એ તમામ લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે જામનગરની 12 જેટલી સંસ્થાઓએ ફૂડ પેકેટ બનાવીને લોકો સુધી પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી છે. તંત્ર દ્વારા 108ની ટીમ સતત કાર્યરત હતી. જ્યારે 288 જેટલી ગર્ભવતી મહિલાઓની તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પોલીસ સતત દરિયાકિનારે પેટ્રોલિંગ કરી રહી હતી. જિલ્લામાં આવેલા જી.જી.હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો.

આ ઉપરાતં જિલ્લમાં આર્મી, નેવી તેમજ એકફોર્સ દ્વારા જવાનોની ટીમ બનાવવામાં આવી હતી. આ જવાનો સમગ્ર સૌરાષ્ટ્ર પર વોચ રાખી રહી હતી. તો રાજકીય પક્ષો પણ આપત્તિના સમયે રાજનીતિ ભૂલીને લોકોની મદદે પહોંચ્યા હતા. જેમાં જિલ્લાના સાંસદ પૂનમ માડમ અને અન્ન પુરવઠા પ્રધાન હકુભા જાડેજા સતત જિલ્લા પર સમીક્ષા બેઠક તેમજ મોનિટરિંગ કરી રહ્યાં હતા. ત્યારબાદ જામનગર પરથી વાયુ વાવાઝોડાનું સંકટ હટતા લોકોએ હાશકારો અનુભવ્યો છો.

ABOUT THE AUTHOR

...view details