ગુજરાત

gujarat

ETV Bharat / state

Youth Heart Attack : રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્, સેવામાં જોડાયેલા યુવકને આવ્યો એટેક - જામનગરમાં રાસ ગરબા રમતા યુવકનું મૃત્યુ

જામનગરમાં એક યુવાનને હાર્ટ એટેકથી મૃત્યુ થતા શોકનો માહોલ સર્જાયો છે. જામનગરથી માટેલ પગપાળા જતા યાત્રીઓની સેવામાં ગયેલા યુવાનને હાર્ટ એટેક આવ્યો છે. ગરબા રમ્યા બાદ યુવકને ચક્કર આવતા આસપાસનો લોકો હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Youth Heart Attack : રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્, સેવામાં જોડાયેલા યુવકને આવ્યો એટેક
Youth Heart Attack : રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત્, સેવામાં જોડાયેલા યુવકને આવ્યો એટેક

By

Published : Mar 28, 2023, 11:46 AM IST

માટેલ જતા પદયાત્રી સઘની સેવામાં જોડાયેલા યુવકને આવ્યો એટેક

જામનગર : શહેરમાં બે દિવસ પહેલા નીકળેલા પદયાત્રા સંઘ માટેલ તરફ જવા નીકળ્યો હતો. તે દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. આ સંઘ ગઈકાલ જામનગરથી મૂળ બંગાવડી ગામ લતીપર ટંકારા હાઈવે પાસે આવેલા સેવા કેમ્પમાં મહેશ કિશોરભાઈ ચૌહાણ રહેવાનું હતું. નાની આશાપુરા શાકમાર્કેટ પાસે કોટવાર ફળી જામનગરથી માટેલ પગપાળા જતા યાત્રીઓની સેવામાં ગયેલા હતા. જ્યાં સેવા કેમ્પમાં રાસ ગરબા રમ્યા હતા. રાસ ગરબા રમ્યા બાદ તબિયતમાં થોડું નાજુક જણાતા વિશ્રામ કરી રહ્યા હતા. તે દરમિયાન યુવાનને એકાએક ચક્કર આવી જતાં બેશુદ્ધ બન્યો હતો.

યુવકે તોડ્યો દમ : યુવકની તબિયત લથડતાં સેવાભાવી લોકો તેમજ મિત્ર મંડળ દ્વારા તાત્કાલિક લતિપર આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પમાં પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાંથી તેઓને ધ્રોલ ખાતે આવેલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડ્યું હતો. ફરજ પરના હાજર ડોક્ટરે મહેશ ચૌહાણને મૃત જાહેર કરતા શોકનો માહોલ ફેરવાયો હતો.

આ પણ વાંચો :Surat News : યુવા અવસ્થામાં હાર્ટ અટેકથી બચવા માટે માત્ર આટલું કરો

પદયાત્રીઓનું શું માનવું છે : સ્થળ પર હાજર રહેલા અન્ય પદયાત્રીઓનું માનવું છે કે, મૃતક મહેશ ચૌહાણને હાર્ટ એટેક આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં નાની વયના યુવક યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવવામાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ફરી પાછું ગઈકાલે જામનગરના ખવાસ જ્ઞાતિના મહેશ ચૌહાણ નામના યુવાનને હાર્ટ એટેક આવ્યાની ચર્ચા જોર પકડ્યું છે.

આ પણ વાંચો :Heart Disease in Young Age : શા માટે યુવાનોને આવે છે હાર્ટ એટેક, જાણો આ રહ્યું કારણ

યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ : ઉલ્લેખનીય છે કે, આમ નાની વયના લોકોને હાર્ટ એટેક આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. ગુજરાત સહિત ભારતભરમાં આયોજનના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવવામાં એકાએક વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતા યુવકોને પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે જામનગરથી માટેલ જતા પદયાત્રીના સંઘમાં સેવા કરતા મહેશ ચૌહાણ નામના યુવકને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે. પરંતુ આ પ્રમાણે એક બાદ એક હાર્ટ એટેકના સમાચાર સામે આવતા હાર્ટ એટેક આવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details