જામનગરઃ સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો ભોગ બનનાર એક કિસ્સો સામે આવ્યો છે. પ્રાઇવેટ નોકરી કરતા રાકેશ પટેલ નામના શખ્સે થોડા દિવસો પહેલા ફેસબુકના માધ્યમથી બાઈક ખરીદવા માટે પ્રપોઝલ મુકી હતી. સામેવાળી વ્યક્તિને નેટ બેન્કિંગથી બાઈકના પૈસા પણ ચૂકવી દીધા હતા. જો કે, છ મહિના જેટલો સમય થયો હોવા છતાં પણ રાકેશ પટેલને તો બાઈક મળી કે, ના તો પૈસા મળ્યા.
સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરના યુવક સાથે છેતરપિંડી - Jamnagar samachar
સોશિયલ મીડિયાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે તેની સારી બાજુની સામે તેના નેગેટિવ પાસા પણ બહાર આવી રહ્યા છે. આવુ જ એક જામનગરના યુવક જોડે થયુ છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરાયો જામનગરનો યુવક...જાણો કેમ....
આખરે રાકેશ પટેલે જામનગરમાં સીટી B ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઈમ મુજબ હાલ પોલીસ તપાસ કરી રહી છે. રાકેશ પટેલે facebookમાં ફ્રેન્ડ બનેલા મનજીત સિંધ પાસેથી બુલેટ બાઈક ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં પેસા પણ મનજીતસિંઘને આપી દીધા હતા.રાકેશ પટેલે એક લાખથી વધુની રકમ પણ આપી દીધા હતા.