ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં વર્ષોથી મહિલાઓ માટીના ગરબા બનાવે છે, જુઓ વીડિયો... - jamanagar news

જામનગરઃ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી ખેલૈયાઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે, ત્યારે માતાજીના આ નવલા પર્વમાં ગરબા અને દીવડાનું પણ અનેરું મહત્વ રહેલું છે. તેથી જ ગરબા બનાવતા કારીગરો પણ મહિના પહેલા જ મહેનત શરૂ કરી દેતા હોય છે.

making clay garaba

By

Published : Sep 23, 2019, 9:38 PM IST

'ગર્ભદીપ' શબ્દ પરથી ગરબો શબ્દ બન્યો છે. નાના શેરી ગલ્લાથી લઈને પાર્ટી પ્લોટમાં પણ માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની પૂજા અર્ચના તેમજ આરાધના કરી ગરબે ઘુમે છે અને દશેરાના દિવસે ગરબાનું વિસર્જન કરવામાં આવે છે.

જામનગરના કુંભારવાડામાં વર્ષોથી મહિલાઓ માટીના ગરબા બનાવે છે

એક બાજૂ બજારમાં ચાઈનીઝ ગરબા તેમજ દીવડાઓ મળી રહ્યા છે તો બીજી બાજૂ માટીના ગરબાઓની માંગ પણ એટલી જ યથાવત છે. હાલ બજારમાં માટીના ગરબાની કિંમત 30 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી જોવા મળી રહી છે, ત્યારે માઇ ભક્તો હોંશે હોંશે ગરબા ખરીદી રહ્યા છે.

જો કે, હાલમાં દેશ મંદીનો સામનો કરી રહ્યું છે જેમાં માટીના ગરબા બનાવતા કારીગરો પણ બાકાત નથી. કારીગરોનું કહેવું છે કે, આ વર્ષે જોઈએ તેટલી ગરબાની ખરીદી થતી નથી.

ABOUT THE AUTHOR

...view details