- જામનગરમાં બે સફાઈ કામદાર મહિલાને માર મારવામાં આવ્યો
- વાલ્મિકી સમાજમાં આ અંગે રોષ જોવા મળ્યો
- સમાજે આ ઘટના અંગે કાર્યવાહીની માગ કરી
જામનગર : જિલ્લામાં બુધવારે કોવિડ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી બે મહિલાઓ પર સિક્યુરિટી ગાર્ડે લાકડીના ઘા ઝીકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેને લઇ વાલ્મિકી સમાજ માં ભારે વિરોધ જોવા મળ્યો છે.
કાર્યાવાહીની માગ
ગુરુવારે વાલ્મિકી સમાજના લોકો સીટી બી ડિવિઝન ખાતે એકઠા થયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ કર્યો છે સાથે સાથે વાલ્મિકી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મહિલા ઉપર હૂમલો કરનાર બન્ને સિક્યુરિટી ગાર્ડ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે અને બન્ને સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.
જામનગર: કોવિડ હોસ્પિટલમાં બે સફાઈ કામદાર મહિલાઓને માર મારવામાં આવ્યો આ પણ વાંચો : પેથાપુર પાલિકાના સફાઇ કામદારોને GMCમાં કાયમી કરવામાં નહીં આવે તો આંદોલન થશે
સીટી બી ડિવિઝન ખાતે વાલ્મિકી સમાજે કર્યો વિરોધ
ગુરુવારે સવારે સીટી બી ડિવિઝન ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા. સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી કે બંને મહિલાઓ પર હુમલો કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે જો કે પોલીસ દ્વારા હજુ સુધી બન્ને સિક્યુરિટી ગાર્ડ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા વાલ્મિકી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.