જામનગર: જોડિયા તાલુકાનું લખતર પાટિયા નજીક ધ્રોલ તરફ જતા માર્ગ પર મંગળવારે મોડી સાંજે પસાર થતા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
રોડ પર એક ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બંને વાહન વચ્ચે ટક્કર થતા બાઈક પર સવાર બંને યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.
પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જોડિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. બંને મૃતક ખેતમજૂર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસે તેમના વાલીને જાણ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને મામલે વિધિવત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને બાઈક ચાલક ધ્રોલ તાલુકાના મજોઠ ગામે ખેતી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમનું નામ દિલીપભાઈ ધનયાભાઈ(ઉ.વ.32) અને સુરબાન ઉર્ફે ભાયો રાયસિંહ પસાયા(ઉ.વ.30) છે.