ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: શાકભાજીના વેપારીઓનુંં થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયું - કોરોના વાઇરસ અમદાવાદમાં

જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લારીઓ પર આવતા ગ્રાહકોનું પણ થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

જામનગર: શાકભાજીના વેપારીઓનુંં થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયું
જામનગર: શાકભાજીના વેપારીઓનુંં થર્મલ સ્ક્રિનિંગ શરૂ કરાયું

By

Published : Apr 22, 2020, 6:49 PM IST

જામનગર: જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જયારે છેલ્લા 14 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જેથી તકેદારીના ભાગરૂપે ભીડ-ભાડવાળી જગ્યાઓ પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય શહેરોમાં શાકભાજી વેચતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે જગ્યાએ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે તમામ જગ્યાઓ પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બુધવારેથી થર્મલ સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details