ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: પડાણા પાટીયા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો - The atmosphere of fear in the village

જામનગરના લાલપુરના નિર્જન રોડ પરથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ગામમા ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

murder
જામનગર: પડાણા પાટીયા પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

By

Published : May 16, 2021, 1:50 PM IST

  • લાલપુરના નિર્જન રોડ પરથી મળી આવ્યો યુવતીનો મૃતદેહ
  • પથ્થરના ઘા ઝીંકીને કરવામાં આવી હત્યા
  • હત્યારાની શોધમાં પોલીસ કામે લાગી

જામનગર: જિલ્લાના લાલપુર તાલુકાના નિર્જન માર્ગ પર થોર પાસે પાસેથી અજાણી યુવતીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ વિશે વાયુવેગે ગામમા વાત ફેલાઈ હતી અને લોકોના ટોળા ઘટના સ્થળે ધસી આવ્યા હતા.

પરપ્રાતિંય યુવતીની હત્યા

ઘટના અંગે જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોકોની ભીડને વિખેરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં આ યુવતી પર પ્રાંતિય હોવાની જાણકારી મળી હતી. આ હત્યા શા માટે કરવામાં આવી તે વિશે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સતલાસણામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી


પોલીસે હત્યા કરનાર આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા

મૃત યુવતીના હાથમાં S નામનું ટેટુ કરાવેલું છે. યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ હતી . તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યુવતીની હત્યા પથ્થર દ્વારા કરવામાં આવી છે. જોકે હત્યા કોણે કરી અને શા માટે કરી તે તપાસનો વિષય છે. પડાણા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને હત્યારાઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details