ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 4 દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા - વોન્ટેડ

જામનગરના ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા હતા. તમામ આરોપીઓ જામનગરના જ રહીશ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનો છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે. તે વિદેશમાં રહી પોતાના નાપાક મનસૂબાઓ જામનગરમાં પાર પાડી રહ્યો છે.

જામનગર: ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા
જામનગર: ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા

By

Published : Feb 1, 2021, 9:37 AM IST

  • જામનગર ઇવા પાર્ક ફાયરિંગ મામલો
  • બિલ્ડર ટીના પીઢેરીયા પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ
  • LCBએ ચાર શાર્પશૂટર સહિત 7ને ઝડપી પાડયા, હજુ 8 આરોપી ફરાર

જામનગર: ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ જામનગરના જ રહીશ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનો ભૂમાફિયા જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે. તે વિદેશમાં રહી પોતાના નાપાક મનસૂબાઓ જામનગરમાં પાર પાડી રહ્યો છે. ભૂમાફિયા જયેશ પટેલે ઇવા પાર્કમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યું હતું.

જામનગર: ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા
ચાર દિવસ પહેલા ઇવા પાર્કમાં બિલ્ડર પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ

જામનગરનો ભૂમાફિયા જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે. તે વિદેશમાં રહી પોતાના નાપાક મનસૂબાઓ જામનગરમાં પાર પાડી રહ્યો છે. અગાઉ જયેશ પટેલ પર જમીનો પચાવી પાડવી, ખંડણીઓ માગવી અને હત્યા સહિતના ગુનાઓ નોંધાયા હતા. જામનગર પોલીસ જયેશ પટેલ વિરુદ્ધ 46 જેટલા ગુના નોંધ્યા હતા. જામનગરમાં ઇવા પાર્ક ખાતે બિલ્ડર ટીના પેઢડિયા પર બાઈક પર આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે બિલ્ડરને મોઢાના ભાગે ગોળી વાગી હતી. જયેશ પટેલ સાથે જૂની અદાવત હોવાના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં 4 દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડયા
ભૂમાફિયા જયેશ પટેલ આપતો હતો ધમકી

ફાયરિંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ જયેશ પટેલ અને જયસુખ પેઢડિયા વચ્ચે જૂનો ડખો પણ હતો. વિદેશમાં રહી વોટ્સએપ કોલના માધ્યમથી અવારનવાર જયેશ પટેલ ધમકી આપતો હતો.. જોકે ફાયરિંગનો ભોગ બનેલા જયસુખ પટેલ એ અગાઉ જયેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ફાયરિંગ પ્રકરણમાં જામનગર પોલીસે સાત જેટલા શખ્સોને ઝડપી પાડયા હતા. જોકે જયેશ પટેલ સહિતના કુલ આઠ ફરાર છે. જેમાં મયુર આલાભાઇ હાથલીયા, દીપ હરજીભાઇ હડીયા, સુનીલ ખીમાભાઇ કણઝારીયા, સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઇ કેસરીયો, ભીમશી ગોવાભાઇ કરમુર, સંધષિત કિશોરનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details