આપણા દેશના સર્વાંગી વિકાસ, સલામતી, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. આ અમે નહીં જામનગરમાં ફરસાણ અને મીઠાઇના વેપારી કહી રહ્યા છે. લોકશાહીના આ પર્વ પર શીખંડ સમ્રાટે વધુ મતદાન થાય તે હેતુથી કેમ્પેઇન હાથ ધર્યું છે. ગ્રાહકો અને પસાર થતા રાહદારીઓ માટે આકર્ષક સેલ્ફી સ્ટેન્ડ તો રાખ્યું જ છે સાથે જ મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત થાય એ માટે મિઠાઇ પર સંદેશો લખ્યો છે કે મતદાન અવશ્ય કરો. એટલું જ નહીં આ મિઠાઇ મફતમાં ખવડાવી વચન લેવામાં આવે છે કે મતદાન અવશ્ય કરજો. મતદાનના મહત્વને સમજાવતા સુત્રોના હોર્ડિંગ્સ લગાવ્યા છે.
જામનગરમાં શીખંડ સમ્રાટનો અનોખો કિમીયો- "મીઠાઇ ખાઓ ખુદ જાન જાઓ!" - jamnagar vote
જામનગર: વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે મતદાન આપણા દેશમાં શુભ અવસરની જેમ ઉજવાય છે. ત્યારે જામનગરમાં શીખંડ સમ્રાટે મતદાન જાગૃતિની અનોખી રીત અપનાવી છે.
![જામનગરમાં શીખંડ સમ્રાટનો અનોખો કિમીયો- "મીઠાઇ ખાઓ ખુદ જાન જાઓ!"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3060129-thumbnail-3x2-hhhhhh.jpg)
સ્પોટ ફોટો
આમ તો જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટેના અવનવા કાર્યક્રમો જિલ્લાભરમાં કરવામાં આવ્યા હતા. ત્યારે મીઠાઈના વેપારીએ વધુમાં વધુ મતદાન થાય તે માટે કરેલી અનોખી પહેલ સરાહનીય છે.