ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : ચાલુ સવારીએ એસટી બસના કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા, વાંક કોનો? - Jamnagar Gulabnagar ST Bus

જામનગરમાં ચાલુ એસટી બસે કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. ગુલાબનગર નજીક સ્પીડ બ્રેકર પાસે બસના ચાલક દ્વારા બ્રેક મારતા બસના પાછળના ભાગમાંથી વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. જોકે, CCTV ફૂટેજ જોવા ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓની બેદરકારી પણ જોવા મળી રહી છે.

Jamnagar News : ચાલુ સવારીએ એસટી બસના કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા, વાંક કોનો?
Jamnagar News : ચાલુ સવારીએ એસટી બસના કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા, વાંક કોનો?

By

Published : Apr 20, 2023, 4:29 PM IST

જામનગરમાં ચાલુ એસટી બસે કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા

જામનગર : ગુલાબનગર નજીક ચાલુ સવારી એસટી બસના કાચ તૂટવાથી બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. સવારના સમયે એસટી બસના ચાલક દ્વારા ગુલાબનગર વિસ્તારમાં સ્પીડ બ્રેકર પાસે બ્રેક મારતા પાછળ બેસેલા બે વિદ્યાર્થીઓ કાચ તૂટવાના પગલે નીચે ફંગોળાઇ ગયા હતા. ચાલુ બસ વિદ્યાર્થીઓ રોડ પર પટકાતા ઇજાઓ પહોંચ હતી. વિદ્યાર્થીઓનો ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે CCTV ફુટેજમાં જોવા મળતા દ્રશ્યો મુજબ આ ઘટનામાં ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓની બેદરકારી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :Mehsana News : રોડ સેફ્ટી એવોર્ડ માટે રાષ્ટ્રપતિ સન્માન મેળવશે ખેરાલુ એસટીના આ કર્મચારી, આ કારણે મળ્યું સન્માન

એસટી બસમાંથી નીચે પટકાયા વિધાર્થીઓ :જામનગરમાં ગુલાબનગર પાસે આજરોજ એસટી બસમાંથી બે વિદ્યાર્થીઓ કાચ તૂટતા નીચે ખાબક્યા હતા. જેના CCTV સામે આવ્યા છે. ગુલાબનગરમાં દેવિકા પાન પાસે મસમોટું બમ્પર પરથી બસ પસાર થઈ ત્યારે બે વિદ્યાર્થીઓ એસટી બસમાંથી નીચે પટકાયા હતા. જોકે બંને વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. ધ્રોલ જોડીયા જામનગર રૂટની બસમાં 125 જેટલા પ્રવાસીઓને ખીચોખીચ ભરેલા હોવાના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. CCTVમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે બમ્પર પરથી પસાર થતી બસમાંથી બંને વિદ્યાર્થીઓ નીચે પટકાય છે.

આ પણ વાંચો :Vadodara News : ડભોઇ વેગા ચોકડી પાસે એસટી બસમાં મુસાફરને આવ્યો હાર્ટએટેક

સલામતીની સવારી :ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી 125 લોકો સવાર હતા. બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થીઓ નીચે ખાબક્યા જેમાં એક 20 વર્ષીય પિગળ દુષયતસિંહ પ્રતાપ સિંહ રહેવાસી કુનડ ગામ અને બીજો 18 વર્ષીય જાડેજા હરદિપસિંહ પબુભા રહેવાસી ખીરી ગામનો છે. બંને વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોવાથી જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જામનગરના ગુલાબનગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details