જામનગરઃ જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત PI કે. જી. ચૌધરીની LCBમાં તથા એસ. એસ. નિનામાની SOGમાં નિમણૂક કરવામાં આવી છે.
જામનગર SPએ બનાવી સ્પેશિયલ ટીમ, PI અને PSIની આંતરિક બદલી - Jamnagar SP formed special team
જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે દીપેન ભદ્રએ 24 સપ્ટેમ્બરના રોજ ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ જામનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. દીપેન ભદ્ર આ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP તરીકે ફરજ નિભાવી ચુક્યા છે.
![જામનગર SPએ બનાવી સ્પેશિયલ ટીમ, PI અને PSIની આંતરિક બદલી જામનગર જિલ્લાના પોલીસ વડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8986300-658-8986300-1601389371967.jpg)
આ ઉપરાંત જામનગર SOGના PI કે. એલ. ગાંધેની સીટી B ડિવીઝનમાં, LCBના PI એમ. જે. જલુ, સિટી A ડિવિઝનના PI એમ. આર. ગોંડલિયાની સિટી C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી C ડિવિઝનના PI યુ. એચ. વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના PI કે. જે. ભોલેની જામનગર ગ્રામ્ય CPIમાં તથા જામનગર ગ્રામ્ય CPIના PI આર. બી. ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક PI એસ. એચ. રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સિટી B ડિઝિનના વધારાના ચાર્જમાંથી PSI વાય. બી. રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.