જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી 1.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત - Jamnagar bike theft incident
જામનગર જિલ્લામાંથી બાઇક ચોરીની એક ઘટના સામે આવી હતી. બાઇકની ચોરી કરનારા બન્ને ઇસમોને જામનગર SOG પોલીસ દ્વારા વોચ ગોઠવી ચોરની 6 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા અને રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્જામનગર SOGએ 6 બાઈક સાથે બે આરોપીને ઝડપી પાડયા્
જામનગરઃ શહેર અને રાજકોટમાંથી બાઇકની ચોરી કરનારા બે ઇસમોને જામનગર SOGએ શંકર ટેકરી વિસ્તારમાંથી દબોચી લીધા હતા બને ઈસમો બાઈક ચોરીમાં માહેર છે. બાઇકની ચોરી કર્યા બાદ અન્ય જિલ્લામાં બાઈક વહેંચતા હોવાનું બહાર આવ્યું હતુ. SOG પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બંને બાઇક ચોરને 6 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમિયાન બે બાઈક રાજકોટમાંથી ચોરી હોવાનું કબુલ્યું હતુ, તો ચાર બાઈક જામનગર શહેરમાંથી ચોરી થયા હતા.