ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર : નદીપા વિસ્તારમાં રાજાશાહી વખતથી થાય છે બેઠા ગરબાનું આયોજન

નવરાત્રી દરમિયાન વર્ષોથી જામનગરના નદીપા વિસ્તારમાં બેઠા ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ રાજાશાહી વખતથી પ્રાચીન બેઠા ગરબા ગાવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા જાળવી રાખવામાં આવી છે.

નદીપા શારદા મઠ સમિતિ
નદીપા શારદા મઠ સમિતિ

By

Published : Oct 24, 2020, 7:35 PM IST

  • જામનગરના નદીપા વિસ્તારમાં યોજાઇ છે બેઠાગરબા
  • રાજાશાહી વખતથી પ્રાચીન બેઠા ગરબા ગાવામાં આવે છે
  • વર્ષો જૂની પરંપરા જાળવવામાં આવી છે

જામનગર : નવરાત્રિ દરમિયાન કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં પુરુષો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ બેઠા ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે. ખાસ તો આ બેઠા ગરબામાં જામનગરના રાજવી જામ સતાજીએ ભેટમાં આપેલો ચાંદીના ગરબાની સ્થાપના કરવામાં આવી છે.

રાજાશાહી વખતથી પ્રાચીન બેઠા ગરબા ગાવામાં આવે છે

જામનગરના રાજવીએ ભેટમાં આપ્યો હતો ગરબો

જામનગરમાં નદીપા વિસ્તારમાં અંદાજે છેલ્લા 100 વર્ષથી નદીપા શારદા મઠ સમિતિ દ્વારા પ્રાચીન બેઠા ગરબા ગાવામાં આવે છે. આ બેઠા ગરબામાં માત્ર પુરુષો જ ગરબા ગાઇ છે. વર્ષોથી બેઠા ગરબાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. જો કે, આ વર્ષે કોરોનાની મહામારી હોવાને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે નદીપા શારદા મઠ સમિતિના સભ્યો દ્વારા કોવિડની ગાઇડલાઇન અનુસાર બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન?

માઇ ભક્તો સમગ્ર નવરાત્રિ દરમિયાન બેઠા ગરબાનું આયોજન કરી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. નદીપા શારદા મઠ સમિતિનો ઇતિહાસ ખૂબ જૂનો છે. જામનગરના રાજાશહીના વખતના રાજવી જામ સતાજીએ માતાજીની પૂજા અર્ચના કરવા માટે નદીપા શારદા મઠ સમિતિને આ ચાંદીનો ગરબો ભેટમાં આપ્યો હતો.

નદીપા વિસ્તારમાં રાજાશાહી વખતથી થાય છે બેઠા ગરબાનું આયોજન

બેઠા ગરબા કરી માતાજીની કરવામાં આવે છે પૂજા-અર્ચના

આ ચાંદી ગરબો આજદિન સુધી નદીપા શારદા મઠ સમિતિના સભ્યો દ્વારા નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતા પહેલા ચાંદીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે. જે બાદ નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details