ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં શાળા સલામતી કાર્યક્રમ 2019 અંતર્ગત ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તાલીમનું આયોજન - gujaratinews

જામનગર: ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ-2019 ના ભાગરૂપે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે GSDMAની સૂચના અનુસાર જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ-TOT તાલીમનું આયોજન તારીખ ૨૪ જુન 2019 થી ૨૮ જુન 2019 દરમિયાન અલગ અલગ તાલુકા કક્ષાએ કરવામાં આવેલ છે. અલગ અલગ કુલ 17 તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

jamnagar

By

Published : Jun 27, 2019, 3:59 AM IST

આ તાલીમ અંતર્ગત તારીખ 25 જુન 2019 ના રોજ મહાનગરપાલિકા કક્ષાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની સ્કૂલો માટે દેવરાજ દેપાળ શાળા ખાતે તાલીમ રાખવામાં આવેલ હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા, શિક્ષણ સમિતિના ચેરમેન, શાળાનાં અધિકારીઓએ દિપ પ્રાગટ્ય કરી તાલીમની શરૂઆત કરવામાં આવી હતી.

તેમજ તારીખ 25 જુન 2019 ના રોજ BRC ભવન ખાતે આસિસ્ટન્ટ કલેકટર અને SDM જામનગર ગ્રામ્ય દ્વારા દિપ પ્રાગટ્ય કરી તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન અલગ અલગ એજન્સી જેવી કે ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ, આપદા મિત્ર, માસ્ટર ટ્રેનર થતા DPO ડિઝાસ્ટર મેનેજમેન્ટ, BRC કોર્ડીનેટર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
તાલુકા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સુચનાથી સંબંધિત તાલુકાના BRC દ્વારા તાલીમનું સંકલન કરવામાં આવેલ છે. કલેકટર કચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી DPO યશવંતભાઈ પરમાર દ્વારા તાલીમનું સંકલન કરવામાં આવેલ હતું.

ABOUT THE AUTHOR

...view details