જામનગર: શહેરમાં પ્રવેશતા જ ટાવર આવે છે. આ સેફી ટાવર 1922માં નિર્માણ (Jamnagar Safe Tower)કરવામાં આવ્યો હતો. આજે આ સેફી ટાવરના 100 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વ્હોરા સમાજ દ્વારા ઉજવણી (Vora Samaj did the celebration)કરવામાં આવી છે. વ્હોરા સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipal Corporation)મેયર બીનાબહેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સેફી ટાવરનું બાંધકામ 100 વર્ષ જૂનું
આસેફી ટાવરનું બાંધકામ 100 વર્ષ જૂનું હોવા છતાં પણ આજે અડીખમ છે. જો કે ભૂકંપ વખતે ટાવરમાં નુકસાન થયું હતું. વ્હોરા સમાજ દ્વારા સતત જાળવણી કરવામાં આવી રહી છે જેના કારણે સેફટી ટાવર 100 વર્ષ બાદ પણ અડીખમ જોવા મળી રહ્યો છે. વોરા સમાજના આગેવાનોએ સેફી ટાવરનું બાંધકામ કોને કર્યું અને કયા રાજવીના સમયમાં બાંધકામ થયું તે વિશે પણ માહિતી આપી હતી.