જામનગરઃજામનગર રાજકોટ હાઈવે પર ફરી એક વાર એક પરિવાર માટે કાળ બન્યો હતો. અહીં ધ્રોલ પાસે એક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બાળકી સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. ધ્રોલના જાયબા પાસે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારમાં સવાર 2 વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક નાની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચોVadodara accident : કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, રોંગ સાઈડ ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ
આ રીતે થયો અકસ્માતઃમળતી માહિતી અનુસાર, જામનગરથી પરિવાર રાજકોટ જઈ રહ્યો હતો. તે દરમિયાન ધ્રોલના જાયવા પાસે ચાલુ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેના કારણે 2 મહિલાના ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, સ્થાનિકો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમ જ કારમાંથી બાળકી સહિતના અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા..
7 લોકો થયા ઈજાગ્રસ્તઃ જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આમ, જામનગર રાજકોટ હાઈવે ફરી એક વાર રક્તરંજિત બન્યો હતો. તો આ અકસ્માતમાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 4 લોકોને જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોNavsari Accident News : નેશનલ હાઈવે પર ઈનોવા અને કન્ટેનરનો અકસ્માત, ઘટનાસ્થળે જ 4ના મોત
અકસ્માતમાં આ લોકોના મોતઃ આ અકસ્માતમાં નયના મોતિયા, મુક્તા મોતિયા નામની મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમ જ એક નાની બાળકીનું પણ મોત નીપજ્યું હતું.
વહેલી સવારે થયો અકસ્માતઃઆ અંગે PSI મોરીએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે, વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોનો કબજો લઈ આગળની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા પણ આ જ રસ્તા પર રાત્રિના સમયે મોટા અકસ્માત થયેલા છે. એવામાં ફરી એકવખત આ પ્રકારની ઘટનાથી હાઈવે પર થતા અકસ્માતની સંખ્યા વધવા પામી છે.