જામનગરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ જામનગર: શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સવારે પાંચ વાગ્યેથી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે અનુસંધાને જામનગર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ પડતા જનજીવનની અસર પહોંચી છે અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ પણ બની છે. આજે સવારે 6 થી 10 દરમિયાન જામનગર શહેરમાં 4 ઇંચ ધોધમાર વરસાદ થયો છે.
4 ઈંચથી વધુ વરસાદ: શહેરમાં છેલ્લા 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી જામનગર શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. જોડિયા તાલુકામાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરાંત જૂનાગઢ, જામનગર, ધોળકા, ધંધૂકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
ધોધમાર વરસાદથી જળબંબાકાર: કાલાવડ શહેરમાં ધોધમાર વરસાદ પડી પડ્યો છે. 2 કલાક 2 ઈંચ વરસાદ પડ્યો છે. આજ સવારથી કાળા ડિબાંગ વાદળ અને ભારે ઉકરાટ હતો. બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડયો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં છે. એકાએક વરસાદ પડતાં વેપારીઓ એ પણ હાલાકી ભોગવી હતી. ખભાળિયા પથકમાં ખેતરોમાં પાણી વહેતા થયા.
રેડ એલર્ટ જાહેર: હવામાન હાલાર પંથકમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજ રોજ જામનગર ઉપરના દેવભૂમિ દ્વારકા પંચકમાં પણ વરસાદ ખાબક્યો છે ખાસ કરીને ખંભાળિયામાં ગઈકાલે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો આજે પણ ભારે વરસાદ ખાબક્યો છે. ખભાળિયાના રાણ ગામમાં ભારે વરસાદ પડતાં ખેતરોમાંથી પાણી વહેતા થયા છે તો ઉભા પાક પર વરસાદ પડતાં ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે.
- Junagadh Monsoon News : મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી, આહલાદક દ્રશ્યો સર્જાયા
- Banaskantha Rain: ડીસામાં મેઘરાજાની દે ધનાધન બેટિંગ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી