ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન: વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ - કોરોના લેટેસ્ટ ન્યૂઝ

સમગ્ર દેશમાં કોરોનાના કહેને નાથવા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર પોલીસ પણ એક્શનમાં આવી છે. આ ઉપરાંત કામ વગર લોકો દેખાશે તો તેમને દંંડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Jamnagar News, Corona News
Jamnagar Police

By

Published : Mar 28, 2020, 5:36 PM IST

જામનગર: રાજ્યમાં કલમ 144નું જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગર પોલીસે છેલ્લા 24 કલાકમાં શહેર તેમજ જિલ્લામાં વાહનો ડિટેઈન કરવાની તેમજ ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થનારા ટોળા વિરુદ્ધ ગુનાઓ દાખલ કર્યા છે.

લોકડાઉન: વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ
જેમાં કલમ 207 મુજબ 303 વાહનોને ડિટેઈન કરી લેવામાં આવ્યા છે અને જાહેરનામાના ભંગની 15 ફરિયાદ નોંધવામાં આવી છે. આમ, હજુ પણ જે લોકો જાહેરનામાની અમલવારી નહીં કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details