- એડવોકેટ કિરીટ જોશીની હત્યાની સોપારી 60 લાખમાં અપાઇ હતી
- આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર
- અનેક ચોંકાવનારી વિગતો આવી બહાર
જામનગર: જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા ટાઉનહોલ પાસે એડવોકેટ કિરીટ જોશીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતા. જામનગર પોલીસે કિરીટ જોશી હત્યાકાંડના ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી પાડયા છે અને હાલ તેમના રિમાન્ડ મંજૂર થતાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભુમાફિયા જયેશ પટેલે રૂપિયા 60 લાખમાં હત્યાની સોપારી આપી હતી.
આ પણ વાંચો:જામનગર: કોવિડ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ આરોપી ફરાર, જામનગર પોલીસ દોડતી થઈ
જામનગર પોલીસ એક આરોપીને લઇને નેપાળ જવા રવાના
અમદાવાદની સાબરમતી જેલમાં કિરીટ જોશીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અમદાવાદ જેલમાં જયેશ પટેલ હતો, ત્યારે તેમણે બે ઠક્કર બંધુ અને ગઢવી સાથે દોસ્તી થઈ હતી અને બાદમાં જેલમાંથી બહાર નીકળ્યા બાદ જયેશ પટેલે એડવોકેટ કિરીટ જોશીની હત્યાની સોપારી આ ત્રણેય શખ્સોને રુપિયા 60 લાખમાં આપી હતી.