જામનગર: ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 22 માર્ચે યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મૃતદેહનું PM કરાવતા ગળે ટૂંપો દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે આ બાબતે 4 શકમંદોની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે આરોપી રાકેશ દલા ડામોરની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.
જામનગરના ધ્રોલમાં 'પતિ- પત્ની ઔર વો...નો કિસ્સો', પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ - હત્યા
જામનગરના ધ્રોલમાં 'પતિ- પત્ની ઔર વો'ના કિસ્સામાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મૃતક નિલેશ અને રાકેશ બંને મિત્રો હતા. મૃતકે રાકેશની પત્નીના વખાણ કર્યા હતા. આ વાત રાકેશે મનમાં રાખી, રાતના સમયે પોતાના મિત્રનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં પણ રાકેશ અને નિલેશ મળ્યા હતા, ત્યારે પણ તેમણે પોતાની પત્નીના વખાણ કર્યા હતા. જે બાદ રાકેશ અને નિલેશ વાડીએથી બાઈક પર જઇ રહ્યા હતા. જે દરમિયાન ચાલુ બાઈકે પણ પોતાની પત્નીના વખાણ કરતા તેમણે નિલેશને બાઇક પરથી નીચે પાડી દીધો હતો.