ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂમાફિયા જયેશ પટેલના વધુ એક સાગરિતની ગુજસીટોકના ગુના હેઠળ ધરપકડ - Jamnagar local news

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની ગેંગને હરાવવા માટે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર અજમાવ્યું હતું. તેમજ ગુજસીટોક હેઠળ જયેશ પટેલની ગેંગના સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા હતા.

Jamnagar police
Jamnagar police

By

Published : Jan 29, 2021, 9:28 PM IST

  • ભૂમાફિયા જયેશ પટેલનો વધુ એક સાગરિત પોલીસની પકડમાં
  • અનિલ ડાંગરિયા જયેશ પટેલના મહેતાજી તરીકે ફરજ બજાવતો
  • અગાઉ 14 લોકો સમક્ષ ગુજસીટોકનો ગુનો નોંધાયો
    Jamnagar police

જામનગર: જિલ્લામાં ભૂમાફિયા જયેશ પટેલની ગેંગને હરાવવા માટે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર અજમાવ્યું હતું. તેમજ ગુજસીટોક હેઠળ જયેશ પટેલની ગેંગના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા હતા.

અનિલ ડાંગરિયાની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવશે

જયારે ઝીણવટભરી તપાસ કરી વિવિધ કડીઓ મેળવી અને આરોપીઓ સુધી પહોંચવા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની માર્ગદર્શનવાળી ટીમે જયેશ પટેલની ગેંગના વધુ એક સાગરિતની ધરપકડ કરી છે.

ગુરુવારે જયેશ પટેલના માણસોએ બિલ્ડર પર કર્યું હતું ફાયરિંગ

ભૂમાફિયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતો અનિલ ડાંગરિયાની શુક્રવારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છેે. અનિલ ઈન્સવેન્ટમેન્ટ સહિતનું કામ કરે છે અને અનિલ ડાંગરિયાને ગુજસીટોક સેક્શન 4 મુજબ એસ.પી. દીપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ ધરપકડ થયા બાદ એ.એસ.પી. નીતીશ પાંડે દ્વારા પુછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details