ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થતાં જ તમામ EVMને સીલ કરવામાં આવ્યા હતા. તમામ EVMને વાહનોમાં ઓસવાડ સેન્ટર, ડિકેવી કોલેજ, એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન
જામનગર : લોકસભા અને ધારાસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. લોકસભામાં કુલ 1986 EVM મશીન ઉપયોગમાં લેવાયા હતા. જ્યારે ધારાસભાની ચૂંટણીમાં 277 જેટલા EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન
જામનગર બેઠક માટે 28 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થયા છે. ધારાસભાની ચૂંટણીમાં ૧૫ જેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આ તમામ ઉમેદવારોના ભાવિ કુલ 2263 જેટલા EVMમાં સીલ થયા છે.