જામનગર:ટાઉન હોલ ખાતે જામનગર મહાનગર પાલિકા દ્વારા જનરલ બોર્ડની (Jamnagar Municipal Corporation General Board Meeting)બેઠક યોજાઈ હતી. જનરલ બોર્ડમાં એક માત્ર ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. જેમાં વિરોધ પક્ષના નેતાએ વિવિધ ભરતીઓ મુદ્દે (Jamnagar Municipal Corporation )સવાલો કર્યા હતા. સફાઈ કર્મીઓને ઓછો પગાર મનપા આપતા હોવાથી શોષણ થઇ રહ્યું છે તેવા આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યા હતા. મનપા સોલીડ વેસ્ટ વિભાગમાં (Manpa Solid Waste Division)ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિવિધ મુ્દ્દા પર ચર્ચા
ફાયર વિભાગમાં ઓછો કર્મચારીઓની કેમ ભરતી કરાઈ,સેટઅપ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ગરમ ચર્ચાથઇ,ડોર ટુ ડોર સફાઈ કામ કરતા સફાઈ કર્મચારી કરી રહ્યા છે. વિરોધ,ત્રણ દિવસથી ડોર ટુ ડોર કચરો ન લેવામાં આવતા શહેરમાં ખડકાયા ગંદકીના ગંજ,વેસ્ટ ટુ એનર્જી કપની મુદ્દે જનરલ બોર્ડમાં તું તું મે મે,વેસ્ટ ટુ એનર્જી કપની બધ હાલતમાં છે. શાસક પક્ષ કોર્પોરેટર
મહિલાઓએ મેયરની ગાડી ફરતે માનવ સાકળ કરી વિરોધ કર્યો
જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી કંપની સ્થાનિક વિરોધ કરી રહ્યા છે ત્યારે જામનગરમાં ટાઉનહોલ ખાતે આજરોજ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે કે જનરલ બોર્ડમાં જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipal Corporation)મેયર બીના બહેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સ્થાનિક મહિલાઓ અહીં પહોંચી છે અને વિરોધ કર્યો છે ખાસ કરીને મેયરની ગાડીને રોકી ફરતી સાકળ કરી છે.
આ પણ વાંચોઃRift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો
જનરલ બોર્ડ બાદ મનપા મેયરની પ્રતિક્રિયા..સાંભળો શું બોલ્યા..?
જામનગરમાં ટાઉનહોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની જનરલની જનરલ બોર્ડનું આયોજનમાં જનરલ બોર્ડમાં માત્ર એક જ એજન્ડા રાખવામાં આવ્યો હતો. જનરલ બોર્ડમાં શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષના કોર્પોરેટરોને ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દા ઉપર ચર્ચા પણ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબહેન કોઠારીએ જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરી હતી.
આ પણ વાંચોઃCase of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ