ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : સાંસદે લાલપુર જામ સ્ટેશનથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, જાણો ટ્રેનનો સમય - લાલપુર જામ રેલવે સ્ટેશન

ભાવનગર ડિવિઝનના લાલપુર જામ ગામના લોકોને વધુ એક ટ્રેનની સુવિધા મળશે. રેલવે મંત્રાલય દ્વારા પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનને અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ તકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા આ ટ્રેનની સમયસારણી પણ જાહેર કરવામાં આવી છે.

Jamnagar News
Jamnagar News

By

Published : Aug 22, 2023, 5:38 PM IST

સાંસદે લાલપુર જામ સ્ટેશનથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

જામનગર : રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લાલપુર જામ સ્ટેશન પર પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)ને સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે 20 ઓગસ્ટથી ટ્રેન જામ રેલવે સ્ટેશન પર થોભશે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા લાલપુર જામ રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નવી ટ્રેનને સ્ટોપેજ : ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો અને લાલપુર જામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાસંદે ત્યાં હાજર લોકો સાથે ટ્રેનના સ્ટોપેજ અંગે વાતચીત કરી હતી. લોકોની મુસાફરી સુવિધામાં વધારો થતાં તેઓએ રેલવે પ્રશાસન અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમયસરણી : ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક) નો આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 23.55 (11:55) અને 23.56 (11:56) છે. તેવી જ રીતે વળતરની દિશામાં ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો (દૈનિક) આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.31 અને 03.32 છે.

સાંસદે આપી લીલી ઝંડી : આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, અગ્રણીઓ, તાલુકા પંચાયત લાલપુર પ્રમુખ કાંબરિયાભાઈ, સરપંચ જયેશભાઈ સહિત જાહેર જનતા તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.

  1. જામનગર: હાપાથી ભાટિયા રેલ લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ રેલવે પ્રધાને ટ્વીટ કર્યો વીડિયો
  2. Ahmedabad News : રેલવેએ ડબલિંગ ટ્રેક પરિયોજનાને લઇને વધુ એક પ્રોજેકટ અમલમાં મૂક્યો, ગુજરાતને પણ થયો લાભ

ABOUT THE AUTHOR

...view details