10 લોકો સામે પોલીસ ફરિયાદ જામનગર : સમગ્ર રાજયભરમાં ઢોર પકડ ઝુંબેશ શરુ થઇ ચૂકી છે અને પોલીસનો બંદોબસ્ત પુરો પાડવામાં પણ સરકારે આદેશ કર્યો છે. ત્યારે શનિવારે જિલ્લા કલેકટર બિજલ શાહ, મ્યુ.કમિશનર ડી.એન.મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં એક મહત્વની મીટીંગ મળી હતી, ત્યારબાદ ઢોર પકડ ઝુંબેશ પોલીસ સાથે વેગવાન બનાવાઇ છે અને ગઇકાલે 34 ગૌવંશને પકડીને ડબ્બામાં પુરી દેવાયા છે.
જાહેરમાં ઘાસચારો વેચતા 10 લોકો સામે ફરિયાદ થઇ છે, આ ફરિયાદ પોલીસ સ્ટેશન એ અને બી ડીવીઝનમાં કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરુ કરાઇ છે, ત્યારે આ કામગીરીમાં કોઇપણ જાતની અડચણ નહીં આવે. મોટાભાગના રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા પશુઓને પકડી લેવામાં આવશે, એટલું જ નહીં જાહેરમાં ઘાસચારો વેંચતા લોકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઢોર પકડ ઝુંબેશમાં કોઇપણ વ્યકિત અડચણરુપ બનશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ વડાએ સૂચના આપી દીધી છે....ડી. એન. મોદી (જામનગર કમિશનર )
ઢોર પકડ કામગીરીનું વિડીયો રેકોર્ડીંગ : જામનગરમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને ડીએમસી ભાવેશ જાનીના આદેશ મુજબ એસ્ટેટ અને સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓએ મજબુત પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડયા હતાં. લોકોએ પણ આ કામગીરી આવકારી છે, સવારેસાડા આઠ વાગ્યાથી અઢી વાગ્યા સુધી અને બીજી ટુકડીઓ રાત્રીના 10 વાગ્યા સુધી શહેરમાં ફરી હતી. ત્યારેે આજ સવારથી ફરીથી કામગીરી શરુ કરવામાં આવી છે. આઠ-આઠ સભ્યોની ટીમ સતત ફરી રહી છે, એક સેનેટરી ઇન્સ્પેકટર મુકવામાં આવ્યા છે, સમગ્ર ઢોર પકડ કામગીરીનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું છે, 34 ગાય અને બળદને પકડી પાડવામાં આવ્યા છે.
જાહેરમાં ઘાસચારો વેચનાર સામે એફઆઇઆર : જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમમાં પોલીસ બંદોબસ્ત સાથે ફરી રહી છે અને પોલીસની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તંત્રને ઘાસચારો વેચતા લોકો સામે અનેક ફરિયાદો મળી છે અને આવા જાહેરમાં ઘાસચારો વેચનારા લોકો સામે પણ પોલીસ એફઆઇઆર કરવા આદેશ આપી દેવાયો છે.
લોકોનો પણ સહકાર : ઢોર પકડની ઝુંબેશ આવી જ રીતે વેગવાન બની રહે અને અધિકારીઓ ઉપર કોઇપણ પ્રકારના હુમલા ન થાય તે માટે મજબુત પોલીસ બંદોબસ્ત ફાળવવમાં આવે તો જ આ કામગીરી વ્યવસ્થ્ત થઇ શકશે, હાલ તો જિલ્લા કલેકટર, મ્યુ.કમિશનર, જિલ્લા પોલીસ વડા ત્રણેય અધિકારીઓ સંયુકત રીતે શહેરમાંથી ઝડપથી ઢોર પકડવામાં આવે તે માટે કામગીરી કરી રહ્યા છે તે આવકારદાયક છે અને લોકોનો પણ સહકાર મળી રહે છે.
- Rajkot News: રાજકોટ મનપા દ્વારા રખડતાં ઢોર મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય, દંડની રકમ 3 ગણી વધારાઈ
- Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું
- Gandhinagar Municipal Corporation : GMC માં ઢોર નિયંત્રણ પોલિસી અમલી, વિવિધ 14 વિકાસકાર્યોને મંજૂરી : જશવંત પટેલ