ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : કાલાવડના પીપળીયા ગામે ઘોડીપાસાની મિની કલબ ઝડપાઇ - કાલાવડ સમાચાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા પીપળિયા ગામની સીમમાં આવેલી રાજકોટના શખ્સના ખેતરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેડ કરી હતી. જે દરમિયાન 5 શખ્સોને ઝડપી લઇ રૂપિયા 2.54 લાખની રોકડ રકમ અને એક કાર મળી કુલ રૂપિયા 7,62,800 નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા વાડી માલિક સહિત બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

Jamnagar News
Jamnagar News

By

Published : Jun 13, 2021, 6:02 PM IST

  • કાલાવડના પીપળીયા ગામે ઘોડીપાસાની મીની કલબ ઝડપાઇ
  • ઘોડી પાસાનો જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, માલિક ફરાર
  • કુલ રૂપિયા 7,62,800નો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર : કાલાવડ તાલુકાના પીપળિયા ગામની સીમમાં રાજકોટના રામનાથ પરામાં રહેતા મેહુલ સુરેશ સોલંકી નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી LCBની ટીમે રેડ દરમિયાન સુરેશ વિઠ્ઠલ મદાણી (રાજકોટ), તનવીર રફિક શિશાંગીયા (રાજકોટ), ઈસુબ વાહિદ સમા (જામનગર), યોગેશ સુરેશ લાઠીગ્રા (રાજકોટ) અને વાસીમ સલીમ સમા (જામનગર) નામના પાંચ શખ્સોને રૂપિયા 2,54,300ની રોકડ રકમ અને રૂપિયા 8,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તેમજ 5 લાખની કિંમતની એક કાર મળી કુલ રૂપિયા 7,62,800નો મુદ્દામાલ કબ્જે કરીને અટકાયત કરી છે.

કાલાવડના પીપળીયા ગામે ઘોડીપાસાની મિની કલબ ઝડપાઇ

Jamnagar LCBએ કરી રેડ

ABOUT THE AUTHOR

...view details