જામનગર : જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલવું ઓપરેશનમાં ફોટો સેશન કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર બંને ડોક્ટરોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ત્રણ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે અને બંને ડોક્ટરોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.
બંને ડોક્ટરો દ્વારા જે ફોટો સેશન કરવામાં આવ્યું છે તે નિયમની વિરુદ્ધ છે. બંને ડોક્ટર વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં કોઈ ડોક્ટર આવું કૃત્ય કરે નહીં.અમે તેનો ખુલાસો માગીશું તેમજ બાદમાં પગલા લઈશું. તેમણે આવું કરવું ન જોઈએ...ડો. એસ. એસ. ચેટર્જી (નોડલ ઓફિસર, જીજી હોસ્પિટલ)
બ્રેઈન સ્ટ્રોકના દર્દીની સર્જરી :વિવાદોમાં રહેવા ટેવાયેલી જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, મેડિકલના નિયમ મુજબ આવી રીતે ચાલુ ઓપરેશનના ફોટા મૂકી શકાતા કે પાડી શકાતા નથી. જામનગર શહેરની સરકારી અને સૌરાષ્ટ઼્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા ગંભીર હાલતમાં તેમને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતી જ્યાં મોડી રાત્રે તેમના પર સર્જરી કરવામાં આવી હતી.
ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યા : ન્યુરોસર્જન તેમજ અન્ય ડોક્ટર જેમાં ડો.પ્રતીક તેમજ ડો. ઈશ્વર હાજર હતાં. તેમણે ચાલુ ઓપરેશને મહિલાનું મગજ ખુલેલી હાલતમાં હતું. તેની સાથે પોતાના ફોટા પડાવ્યાં હતાં. તેમજ ઓપરેશન સફળ થયું હોય તેમ સફળતાની ચિન્હો દેખાડતા ચાલુ ઓપરેશને ફોટા મોબાઈલમાં પાડ્યા હતાં. એટલું જ નહીં, તેમણે આ ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યા હતાં. જે બહાર આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આવી રીતે ચાલુ ઓપરેશને દર્દીના જીવને જોખમમાં મૂકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા એ નિયમોનું સદંતર ઉલ્લંઘન છે. ત્યારે હવે કોલેજ મેનેજમેન્ટ પણ બંને વિદ્યાર્થીઓ પર પગલાં લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. બંને તબીબો પાસેથી ખુલાસો માગી કાર્યવાહી કરવામાં આવી છે.
એમસીઆઈની એથિક્સનું ઉલ્લંઘન : બંને વિદ્યાર્થીઓએ સર્જરી વિભાગમાં લાંબા સમય બાદ ન્યૂરો સર્જરીનું ઓપરેશન થતું હોઇ ત્યાં આનંદના અતિરેકમાં આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. પરંતુ આ સંસ્થાકીય નિયમોના વિરૂદ્ધ છે. એમસીઆઈના નિયમોનું ઉલ્લંઘન છે. એમસીઆઈની એથિક્સ રેગ્યુલેશન 7.17નું આ કૃત્ય ઉલ્લંઘન કરે છે. જે તબીબી પ્રેક્ટિસનરોને યોગ્ય સંમતિ વિના દર્દીના ફોટોગ્રાફ્સ કે કેસ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ કરે છે. આ કિસ્સામાં દર્દીનો ગોપનીયતાનો ભંગ જ નથી કર્યો પરંતુ તેનો જીવ પણ જોખમમાં મૂક્યો છે.
- Surat Crime : સુરત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે મારામારી, ઘટના સીસીટીવીમાં કેદ
- જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા વિચારજો, નહીં મૂકાશો મુશ્કેલીમાં
- Jamnagar Cochlear Implant: હવેથી જી.જી. હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે લાખોના ખર્ચે થતું કોક્લીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન