ગુજરાત

gujarat

ETV Bharat / state

Vande Bharat Train in Jamnagar : પીએમ મોદી દ્વારા 24મીએ જામનગરથી વંદે ભારત ટ્રેન થશે રવાના, કયા રહેશે સ્ટોપેજ અને ટાઇમિંગ જૂઓ - જામનગરની પ્રથમ વંદે ભારત ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24 સપ્ટેમ્બરે જામનગર– રાજકોટ– અમદાવાદ વંદે ભારત ટ્રેનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવશે. જામનગરની પ્રથમ વંદે ભારત ટ્રેન સહિત દેશભરની 9 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ યોજાશે. આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન હશે.

Vande Bharat Train in Jamnagar : પીએમ મોદી દ્વારા 24મીએ જામનગરથી વંદે ભારત ટ્રેન થશે રવાના, કયા રહેશે સ્ટોપેજ અને ટાઇમિંગ જૂઓ
Vande Bharat Train in Jamnagar : પીએમ મોદી દ્વારા 24મીએ જામનગરથી વંદે ભારત ટ્રેન થશે રવાના, કયા રહેશે સ્ટોપેજ અને ટાઇમિંગ જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 5:12 PM IST

વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ

જામનગર : ભારતીય રેલવે વિભાગ ગુજરાતના જામનગર સહિત દેશભરના અલગ અલગ રાજ્યમાં નવી 9 વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો શરુ કરવા જઇ રહ્યો છે. જેના ભાગ રુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 24મી સપ્ટેમ્બરે જામનગર – રાજકોટ– અમદાવાદ સહિત દેશભરની 9 વંદે ભારત ટ્રેનને ઓનલાઇન લીલી ઝંડી ફરકાવી સ્ટાર્ટ અપાવી લોકાર્પણ કરનાર છે. જામનગરથી દોડનારી આ નવી ટ્રેન ગુજરાતની ત્રીજી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન બનશે.

સ્ટોપેજ કયા છે : રવિવારે 24મી સપ્ટેમ્બરે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ બાદ બપોરે આ ટ્રેનનું જામનગર ખાતે વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવનાર છે.જામનગરથી ઉપડતી આ વંદે ભારત ટ્રેનને રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

આ ટ્રેન આધુનિક સુવિધાથી સંપન્ન છે. ટ્રેનમાં આરામદાયક સીટ, સ્લાઇડિંગ દરવાજા, વ્યકિતગત રીડિંગ લાઇટસ, મોબાઇલ ચાર્જિગ પોઇન્ટસ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો–ટોઇલેટસ, ઓટોમેટિક એન્ટ્રી અને એકિઝટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.રેલવે કર્મચારીઓ જે આ વિશ્વકક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવી રાષ્ટ્ર્રને તેમની સેવાઓ આપે છે તેઓએ પોતાની લાગણીઓ વ્યકત કરી છે. આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ વંદે ભારત ટ્રેનની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથી તેમને આત્મસંતોષ મળે છે. તેવી જ રીતે ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે....સુમિત ઠાકોર (પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી)

જનરલ ટાઈમિંગ : જાણવા મળ્યા મુજબ રેલવે તંત્ર દ્રારા આ ટ્રેનના જનરલ ટાઈમિંગ નક્કી થઈ રહ્યાં છે. આ ટ્રેન મોટેભાગે જામનગર – વડોદરા ઇન્ટરસિટીની સમાંતર દોડાવવામાં આવશે તેમ મનાય છે. રવિવારે વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન જામનગર સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો તેમ જ રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળે છે.

ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન :રાજકોટ જંકશન ખાતે પણ સંસદ સભ્યો સહિતના અગ્રણીઓ દ્વારા આ ટ્રેનનું સ્વાગત થનાર છે. ભારતીય રેલવેએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરોને જોડતી મેક ઇન ઇન્ડિયા હેઠળની સ્વદેશી ઉત્પાદન સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ગુજરાતમાં મુંબઈ સેન્ટ્રલ, ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) જોધપુર એમ બે જોડી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. હવે જામનગરથી ત્રીજી વંદે ભારત ટ્રેન શરુ થશે.

  1. Ahmedabad-Jamnagar Vande Bharat Train: ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, જાણો કયા રૂટ ઉપર ચલાવવામાં આવશે
  2. Vande Bharat Train: રાજકોટમાં વંદે્ ભારત ટ્રેન શરૂ કરવા સાંસદની માગ, કેન્દ્રિય રેલવે પ્રધાનનો સકારાત્મક પ્રતિસાદ
  3. Vande Bharat Express: વૉલ ઓફ ઈન્ડિયા, અકસ્માત ટાળવા 622 કિમીના રૂટ પર ફેન્સીંગ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details