જામનગર : વેસ્ટ બંગાળથી એક યુવક ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ એક અભિયાન સાથે સાઇકલ પર સવાર થઈને ભારત ભ્રમણ કરી રહ્યો છે. આ યુવાનની ઉંમર 17 વર્ષની છે. 17 વર્ષીય શાહીલ શાહ છેલ્લા 10 મહિનાથી સાયકલ પર સવાર થઈ ભારત ભ્રમણ કરી રહ્યો છે. સદગુરુની પ્રેરણાથી આ યુવક અનેક રાજ્યોનો પ્રવાસ કરી ચુક્યો છે અને તેઓ જામનગર આવ્યો છે. જામનગરમાં જુદી જુદી સ્કૂલ અને કોલેજમાં પહોંચ્યો હતો. અહીં વિદ્યાર્થીઓને માટીનું મહત્વ સમજાવ્યું હતું.
લોકો જાગૃતી માટે ભારત ભ્રમણ : માટી બચશે તો જ મનુષ્ય બચી શકશે તેવા આશયથી લોકોને જાગૃત કરી રહ્યો છે. જે ઉંમરે મોટાભાગના યુવકો અભ્યાસ અને કારકિર્દી વિશે વિચારતા હોય તેવી ઉંમરે શાહીલ શાહે માટીને બચાવવા માટે એકલા હાથે અભિયાન શરૂ કર્યું છે. માટીમાં મોટા પ્રમાણમાં ડ્રેજટ બળી રહ્યું છે. જેના કારણે માટીનું સ્તર બગડી રહ્યું છે. માટીને પણ ખોરાક આપવો જોઈએ. જેમ કે વૃક્ષોના જાડી જાખડા તેમજ પાંદડા અને ગાયનું ગોબર માટીના ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે.
આ પણ વાંચો :Surat Crime : લાખોની ચોરી કરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો વિદ્યાર્થી, મદદ કરનાર માતા પિતાની ધરપકડ