જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઇજનેરની સત્તાવાર યાદી અનુસાર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ તેમજ શહેરીજનોને ઢીંકે ચડાવતાં રઝળતા ઢોરનો ત્રાસ (Stray cattle in Jamnagar )દુર કરવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઢોર પકડવા (stray cattle)માટે કુલ 4 ટીમની રચના કરવામાં આવી છે. જે બે શિફટમાં કામગીરી કરી રહી છે.
ઢોર પકડવા માટે કુલ 4 ટીમની રચનાસોલિડ વેસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર ઓગષ્ટ દરમિયાન અત્યાર સુધીમાં આ ટુકડીઓ દ્વારા કુલ 58 ઢોરને પકડવામાં આવ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન (Stray cattle on roads)અત્યાર સુધીમાં 1186 ઢોરને પકડવામાં આવ્યા છે. પકડાયેલા ઢોર પૈકી 745 ઢોરને અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટની પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે. વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઢોર પકડવા માટે બનાવવામાં આવેલી ટુકડીઓ દરેક ટુકડીમાં 8 માણસો રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોરખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ પણ JMC ઘોર નિંદ્રામાં
58 ઢોરને પકડયાઆમ કુલ 32 માણસો શહેરમાંથી ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છે. આ માણસોને ઢોર પકડવા માટે મહિને સરેરાશ રૂપિયા 12000નું મહેનતાણું ચૂકવવામાં આવે છે. જે અનુસાર મહિને ખર્ચ થાય રૂપિયા 3.84 લાખ આટલું ખર્ચ(Expenditure of JMC on stray cattle) કર્યા બાદ મહાપાલિકાની આ ટુકડીઓએ ઓગષ્ટમાં માત્ર 58 ઢોરને પકડયા છે. જેનો હિસાબ લગાવીએ તો એક ઢોરને પકડવા માટે જામ્યુકો રૂપિયા 6620 ખર્ચી રહ્યું છે. નાગરિકોના મહામૂલા ટેકસમાંથી ખર્ચવામાં આવતી આટલી મસમોટી રકમ છતાં શહેરીજનો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
આ પણ વાંચોવડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર મહિલાઓ દ્વારા કરાયો હુમલો
3 વ્યકિતના મૃત્યુ થયાશહેરમાં રખડતા ઢોરની સમસ્યા પણ જેમની તેમ હોય તેવું જણાઇ રહ્યું છે. એક મહિનામાં ટુકડીઓ દ્વારા માત્ર 58 ઢોર પકડવા તેને સઘન ઝુંબેશ કહેવાય? આ ઉપરાંત મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખા જયારે પણ રખડતા ઢોર અંગેની પ્રેસ યાદી બહાર પાડે છે. ઢોર માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પોકળ ધમકીઓ આપ્યા રાખે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી જામ્યુકોએ શહેરમાં એક પણ ઢોર માલિક સામે ફોજદારી ફરિયાદ નોંધાવી નથી. જ્યારે કે આ સમયગાળા દરમિયાન અડધો જેટલી ઘટનાઓમાં રખડતા ઢોરે શહેરીજનોને હડફેટે લઇ ચૂકયા છે. જે પૈકી 3 વ્યકિતના મૃત્યુ થયા છે.