- ગીર સોમનાથ જિલ્લામાં તૌકતેના કારણે ફેલાઈ ગંદકી
- જિલ્લાની ગંદકી સાફ કરવા જામનગરથી સફાઈકર્મીઓને મોકલાયા
- જામનગર મહાનગરપાલિકાએ 64 સફાઈકર્મીની ટીમ ઉના મોકલી
જામનગરઃ ગીર સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનમાં ગંદકીના કારણે કોઈ અન્ય રોગો ન ઉદભવે તે માટે મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા 64 સફાઈકર્મીની એક ટીમ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે મોકલવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાએ 64 સફાઈકર્મીની ટીમ ઉના મોકલી આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના પગલે 25 જવાનોની NDRFની ટીમ માંડવી તાલુકાના દરિયાઈ વિસ્તારમાં પહોંચી 64 સફાઈકર્મીઓ કરશે મદદ
આ અંગે આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે, ઉનામાં ઝડપી સફાઈ થાય તથા લોકોમાં ગંદકીના કારણે અન્ય કોઈ બિમારીઓ કે રોગચાળો ન પ્રસરે તે હેતુથી ઝડપી સફાઈ કામગીરી હાથ ધરવા જામનગર ખાતેથી 4 સેનિટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ 64 સફાઈ કર્મચારીઓની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઈ, ખાપરી વગેરે તથા મેલોથિયન પાવડર બેગ સાથે ઉના પહોંચ્યા છે.
આ પણ વાંચોઃજામનગરના મ્યુનિસિપલ કમિશનરે ફાયર અને ગાર્ડન શાખાની 2 ટીમ અમરેલી મોકલી
ઉનામાં ઝડપી સફાઈ કામગીરી બને તે માટે મોકલવામાં આવી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમ અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રાહત કામગીરીમાં મદદરૂપ થવા મોકલવામાં આવી હતી ત્યારે આજે 64 કર્મીઓ સાથેની વધુ એક ટીમ ઉના ખાતે મોકલી છે.