ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મ્યુનિ.કમિશ્નરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.689.80 કરોડની પુરાતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું - જામનગર

જામનગર મહાનગરપાલિકાનું 689.80 કરોડની જોગવાઇવાળુ બજેટ મીની ત્રીપલ કમિશ્નરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં વર્ષ 2020ના અંદાજપત્રમાં પાણીવેરો, મિલકતવેરો, કલેક્શન ગટરમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કુલ 170 કરોડની પુરાંત દ્વારા આ બજેટમાં શાસકો મ્યુનિસિપલ કમિશ્નર તરફથી સૂચવાયેલા વેરા કેટલા સ્વીકારે છે. તે જોવાનું રહ્યું

jamnagar
જામનગર

By

Published : Jan 31, 2020, 7:11 PM IST


જામનગર : કમિશ્નર સતીષ પટેલે મહાનગરપાલિકાનું 689.80 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરના કરવેરા અંગેના વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે-સાથે શહેરમાં નવા પડેલા વિસ્તારોમાં પણ ખર્ચની જોગવાઇ કરાય છે. ખાસ કરીને પાણીવેરામાં રૂપિયા 200નો અને સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં રૂ.120 નો અને ભૂગર્ભ ગટર જોડાણ માટે રૂ ૩૦૦ નો વધારો સૂચવવામાં આવ્યો છે.

જામનગર મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.689.80 કરોડની પુરાતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું

બજેટમાં શહેરના હાપા અને લાલપુર બાયપાસ નજીક બે નવા સ્ટેશન બનાવવા રૂપિયા 5 કરોડના ખર્ચે જામનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાનો હોલ બનાવી શહેરીજનોને સીટી બસ સુવિધા માટે 10 નવી CNG બસ ખરીદવા તેમજ જુદી જુદી યોજનાઓ અમલમાં લાવી શહેરીજનો માટે નવી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓ રજૂ કરી છે.

મ્યુનિસિપલ કમિશ્નરે મિલ્કતવેરો, પાણીવેરો સહિતના જુદા જુદા વેરામાં વધારો સૂચવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં શાસકો અને આ બજેટનો અભ્યાસ કરી કમિશ્નર તરફથી કરવામાં આવેલા વધારાને સ્વીકારે છે કે, તેમજ આગામી વર્ષમાં આવનારી ચૂંટણીને ધ્યાને લઇ વેરા વધારા વગરનું બજેટ મંજૂર કરે છે, તે જોવાનું રહ્યું

ABOUT THE AUTHOR

...view details