શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બાબતે થઈ બોલાચાલી જામનગરઃશહેરના તળાવ પાળ ખાતે મારી માટી મારો દેશ જાહેર કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના આ કાર્યક્રમમાં ભાજપના જ મહિલા નેતાઓ વચ્ચે ચકમક ઝરી હતી. ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ડખો થયો હતો. આ મુદ્દે જામનગરના રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
"આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારાવારિક મામલો છે અને એ બાબતે હું કોઈ કૉમેન્ટ કરવા માંગતી નથી"...બીનાબેન કોઠારી(મેયર, જામનગર)
શું છે સમગ્ર મામલોઃમહાનગરપાલિકા દ્વારા આજે તળાવની પાળે ગેઇટ નં.૧ પાસે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા મેયર બીનાબેન કોઠારી, વિશેષ ઉપસ્થિતિ સાંસદ પૂનમબેન માડમની હતી, જ્યારે પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજાનો સમાવેશ થતો હતો.આ કાર્યક્રમમાં તમામ મીડિયા ઉપરાંત જિલ્લા પોલીસ વડા, મ્યુ. કમિશ્નર જેવા વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા અને નાગરિકો ઉપસ્થિત હતા.પ્રોટોકોલની બાબતે ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી.રીવાબા જાડેજાએ મેયરને તમારી ઓકાતમાં રહો ત્યાં સુધી સંભાળવી દીધું હોવાના અહેવાલ મળ્યા છે.
ભાજપના ત્રણ મહિલા નેતા વચ્ચે ચણભણ " મેં શહિદ સ્મારકને ચપ્પલ ઉતારીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી બાદમાં સાંસદ પૂનમબેન માડમે મારા પર કૉમેન્ટ પાસ કરી હતી કે અમુક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ થઈને ચપ્પલ કાઢીને શ્રધ્ધાંજલિ પાઠવે છે."...રીવાબા જાડેજા(ધારાસભ્ય,ભાજપ)
સી. આર. પાટીલે કરવો પડ્યો ફોનઃ આ સમગ્ર મામલે સી આર પાટીલે જામનગર ભાજપ હોદ્દેદારો સાથે વાત કરીને માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું છે. આ શાબ્દિક ચણભણના પડઘા સ્વાભાવિક રીતે જ ગુજરાત અને કેન્દ્ર સુધી પડશે. ભારતીય જનતા પાર્ટી જેવા શિસ્તબઘ્ધ પક્ષમાં જાહેરમાં ટોચની ચૂંટાયેલી ત્રણ મહિલાઓ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાના વીડિયો વાયરલ થતાં ભારે હડકંપ મચી ગયો છે.
- Meri Mitti Mera Desh Campaign: ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો માંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ પાટીલ
- જામનગર:ભાજપ સ્નેહ મિલનમાં સી.આર પાટીલે ચૂંટાયેલા પ્રતિનધિઓની ખોટી હવા કાઢી નાખવા કહ્યું