ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરઃ કલાત્મક તાજિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર, કોવિડ ગાઈડલાઈન મુજબ કરાશે ઉજવણી - તાજિયા બેડી વિસ્તાર

રાજ્યભરમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જાહેર ઉજવણી અને મેળાવડા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યો છે. જે કારણે તહેવારોની ઉજવણી સાદગી અને ઘરોમાં જ કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુસૈનની યાદમાં મહોરમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. જેમાં જામનગરના કલાત્મક તાજિયા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ તાજિયા બનાવવામાં લગભગ દોઢ માસ જેટલો સમય લાગે છે.

Moharram procession
Moharram procession

By

Published : Aug 30, 2020, 4:53 PM IST

જામનગરઃ દેશ અને વિદેશમાં હજરત ઇમામ હુસૈનની યાદમાં તેમના રોઝાના દીદાર(દર્શન) કરવા માટે અલગ અલગ જગ્યાએ કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. જામનગર શહેર અને જિલ્લામાં તાજિયા બનવાની વર્ષો પહેલા શરૂઆત થઈ હતી. જામનગરમાં બનતા કલાત્મક તાજિયા દેશના અને વિદેશમાં પ્રખ્યાત છે. દેશ અને વિદેશમાં વસતા લોકો પણ જામનગર શહેરમાં બનતા તાજિયાના દર્શન માટે દર વર્ષે હજારો લોકો આવે છે.

કલાત્મક તાજિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર

જામનગર મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઈમામ હુસૈન સાહેબની યાદમાં મહોરમ માસમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એક એક તાજિયા માટે અંદાજે દોઢથી 2 લાખનો ખર્ચ થતો હોય છે અને યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા દોઢ માસથી તાજિયા બનાવાની તૈયારી કરતા હોય છે. જામનગર શહેરમાં પરવાના વાળા તાજિયા કુલ 29 છે અને હાજરોની સંખ્યામાં બીજા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા કલાત્મક તાજિયા બનાવમાં આવે છે.

કલાત્મક તાજિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર

મુખ્યત્વે તાજિયામાં લાકડું અને થર્મોકોલનો ઉપયોગ થતો હોય છે. તાજિયાની ડિઝાઇન માટે બાદમાં તેમાં અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાના લાઇટિંગ કામ માટે LED લાઇટ અને સિરિઝથી સુશોભિત કરવામાં આવે છે.

તાજિયા સંચાલકો દ્વારા સતત એકથી દોઢ મહિનાની જહેમત બાદ તાજિયાનું કામ પુર્ણ થતું હોય છે. તાજિયાને આખરી ઓપ આપી શનિવાર રાત્રે કામ પુર્ણ કરવામાં આવ્યું હતું. શનિવાર સાંજે 5.30 કલાકની આસપાસ તાજિયા સંચાલકો દ્વારા ઇસ્લામિક વિધિ કરી મન્નત પુર્ણ કરી દુવા સલામ કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને ચાલતા તાજિયા સંચાલકો દ્વારા સરકારી નિયમો અનુસાર પોતાના ઈમામખાનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન સાથે કામ કરીને તાજિયા બનાવવામાં આવ્યા છે.

કલાત્મક તાજિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર

દર વર્ષેની જેમ આ વર્ષ તાજિયાનું ઝુલુસ નહીં નીકળે તાજિયા જામનગરમાં દર વર્ષે ચાંદી બજાર, દિપક ટોકીઝ, દરબારગઢ, માંડવી ટાવર અને બેડી વિસ્તારમાં ઝુલુસ સ્વરૂપે ફેરવતા હતા. જે આ વર્ષ કોરોના મહામારીને લઈ ને તાજિયા પોતના ઇમામખાનામાં જ રહેશે અને ઇસ્લામિક વિધિ કરવામાં આવશે. તેવું જામનગર શહેરના પરવાનેદાર તાજિયા સંચાલકોએ નક્કી કર્યું છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, દર્શન માટે આવતા આસપાસના લોકોએ ભીડભાડ કરવી નહીં અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકાર અને તાજિયા સંચાલકો અને પોલીસ પ્રસાશનનને સંપૂર્ણ સાથ સહકાર આપવો.

ABOUT THE AUTHOR

...view details