ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Milk Price: જામનગર જિલ્લાના પશુપાલકોને મળશે હવે ફેટના ભાવમાં રૂપિયા 10નો વધારો - Jamnagar milk price hike

જામનગર જિલ્લાના પશુપાલકોએ હવે ફેટના ભાવમાં રૂપિયા10નો વધારો કરી દીધો છે. જેના કારણે જામનગરની માર્કેટમાં મીઠાઈઓ ખાવી હવે વધારે મોંઘી બની રહેશે. જોકે, આ ભાવ વધારા પાછળ પશુપાલકો પોતાના કેટલાક કારણો સ્પષ્ટ કરી રહ્યા છે.

Jamnagar Milk Price: જામનગર જિલ્લાના પશુપાલકોને મળશે હવે ફેટના ભાવમાં રૂપિયા 10નો વધારો
Jamnagar Milk Price: જામનગર જિલ્લાના પશુપાલકોને મળશે હવે ફેટના ભાવમાં રૂપિયા 10નો વધારો

By

Published : Feb 17, 2023, 1:46 PM IST

જામનગર જિલ્લાના પશુપાલકોને મળશે હવે ફેટના ભાવમાં રૂપિયા 10નો વધારો

જામનગર:જામનગર જિલ્લામાં 80% ખેડૂતો ક્યાંકને ક્યાંક પશુ પાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જામનગર જિલ્લામાં અનેક મહિલાઓ પશુપાલન કરી રહી છે. આમ ફેટે રૂપિયા 10 નો વધારો કરવામાં આવતા જે મહિલાઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે તે વધુ આત્મનિર્ભર બનશે. જોકે બીજી બાજૂ મધ્યમ વર્ગને આ ભાવ વધારો મોંધો પડશે. જોકે, થોડા સમય પહેલા જ અમુલ દૂધ અને કેટલીક બીજી બનાવટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હોત. જે બાદ આ પછી બીજો મોટો ભાવ વધારો છે.

મીઠાઈના ભાવમાં સતત વધારો:વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજભાઈએ જણાવ્યું કે, આમ પણ ડેરી પ્રોડક્ટ તેમજ મીઠાઈના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પશુપાલકોને પણ યોગ્ય ભાવ મળે તે જરૂરી છે. જિલ્લા સહકારી સંઘ દ્વારા જે પ્રકારે અનેક વખત પેટના ભાવ વધારાની માંગ પણ કરવામાં આવી હતી. આ માંગ આખરે સ્વીકારવામાં આવી છે. જેને લઇ પશુપાલકોને ફાયદો થશે.

જામનગર જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે જામનગર જિલ્લામાં આવતીકાલથી (શનિવાર તારીખ 18 ફેબ્રુઆરી) પશુપાલકોને ફેટે રૂપિયા 10નો વધારો આપવામાં આવશે--કાન્તિલાલ ગઢિયા (દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન)

આ પણ વાંચો Jamnagar Kashi Vishwanath Temple: જામનગરનું એવું મંદિર જ્યાં દર્શન કરવાથી કર્મપીડામાંથી મળે છે મુક્તિ

આર્થિક સકળામણનો અનુભવ:પશુપાલક ભાયાભાઈ ભરવાડ જણાવી રહ્યા છે કે, પશુપાલન વ્યવસાય ખૂબ મહેનત વાળું કામ છે. જોકે રાજ્ય સરકાર પશુઓની લોન પણ આપી રહી છે. પણ જે વર્ષે વરસાદ ઓછો થયો હોય તે વર્ષે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્થિક સકળામણનો અનુભવ કરતા હોય છે. કારણકે પશુઓનાને નિભાવવા માટે ચારો અને ખાણદાણ ખરીદવા પડે છે. જેનો ભાવ ઉંચો હોય છે.

આ પણ વાંચો Jamnagar Crime: કસ્ટમ્સ વિભાગે સિક્કા પોર્ટ પરથી પકડ્યું 100 કરોડનું ફર્નેશ ઑઈલ, માફિયાના ગાલ પર તમાચો

આંશિક ફેરફાર:મીઠાઈના વેપારીના મહેશભાઈ જણાવી રહ્યા છે કે, મોટાભાગે દૂધમાંથી બનતી મીઠાઈ માં ફેટનું પ્રમાણ જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવતા હોય છે. જોકે હવે 10 નો વધારો કરવામાં આવતા પશુપાલકોને તો ફાયદો થશે. આ સાથે સાથે મીઠાઈના ભાવમાં પણ આંશિક ફેરફાર થાય તેવી શક્યતા છે. પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે દૂધના જે ફેટ છે એમાં વધારો કરવામાં આવે. જોકે આખરે ફેટના ભાવમાં વધારો કરવામાં આવતા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details