Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય જામનગરઃજામનગર હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી તારીખ 14 માર્ચથી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ વચ્ચે પાક બગડે નહીં એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા લસણ, મગફળી, ઘઉં, ધાણા સહિતની જણસીઓની આવક બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય આ પણ વાંચોઃ Onion Potato Prices : ડુંગળીના પાકથી ખેડૂતોની આંખમાં પાણી, સરકાર સહાય આપે : કિસાન સંઘ
આવક બંધઃઆગામી તારીખ 14 થી 17 માર્ચ વરસાદી વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી હોવાથી સોમવાર તારીખ 13 માર્ચ સવારે 9:00 વાગ્યાથી લસણ, મગફળી, ઘઉં પાલ અને બાચકાની આવક અંગે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવશે. તારીખ 14 થી 17 માર્ચ વરસાદી વાતાવરણ માવઠાની આગાહી હોવાથી શનિવાર તારીખ 11 માર્ચ સાંજે છ વાગ્યાથી ધાણાની આવક બંધ કરવામાં આવી છે. તેમ વેપારીઓ અને ખેડૂતો જોગ યાદી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.
Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય દર વખતની જેમ આ વખતે પણ હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે.ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને ખેડૂતોનો પાક ભીનો ન થાય તે માટે અગાઉથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌ કોઈ ખેડૂતો અને નિર્ણયને આવકારી પણ રહ્યા છે.---હિતેશ પટેલ (માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી, જામનગર)
આ પણ વાંચોઃ Budget Session: 20 વર્ષે પણ કલ્પસર યોજના માત્ર કાગળ પર, ફક્ત રિસર્ચમાં 10507 લાખનો ધૂમાડો
હરાજી રોકી દેવાઈઃ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અગાઉ પણ માવઠાની આગાહીને લઇ તમામ જણસની આવક બંધ કરવામાં આવી હતી. હરાજીનું કામ પણ રોકી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે માવઠા વખતે ખેડૂતોનો મોંઘો પાક વરસાદમાં પડી જતો હોય છે. જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ફરી માવઠાની આગાહીને લઈ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સતત બદલાઈ રહેલા વાતાવરણને કારણે ઘણી વખત યાર્ડમાં રહેલો પાક પણ બગડી જાય છે.
Jamnagar Marketing Yard: હાપા યાર્ડમાં માવઠાની આગાહીને લઇ લેવાયો મોટો નિર્ણય કાલાવડ એપીએમસીનો નિર્ણયઃકાલાવડ એપીએમસીમાં માવઠાની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂતોને જળસી માટે અલગ અલગ સમય રાખવામાં આવ્યો છે. આવતીકાલથી જે ખેડૂતો પોતાની જળસી લઈને આવના છે. તે ખેડૂતો એપીએમસી દ્વારા નક્કી કરેલ સમયે લઈને આવાનું રહેશે. ધાણા બપોરે 2.00 વાગ્યા પછીથી ઉતારવા દેવામાં આવશે. કપાસ બપોરે 2.00 વાગ્યા પછીથી ઉતારવા દેવામાં આવશે. ચણા આજે બપોરે 4.00 વાગ્યા પછી થી ઉતારવા દેવામાં આવશે. જીરું આજે બપોરે 4.00 વાગ્યા પછી થી ઉતારવા દેવામાં આવશે.