જામનગર:શહેરનું હાપા માર્કેટ યાર્ડ અજમાંનું (Jamnagar Market Yard)હબ ગણાય છે. અહીથી જે ભાવ બોલાય તે સમગ્ર રાજ્યમાં (Hapa Market Yard in Jamnagar ) લાગુ પડે છે. આ વર્ષે મરચાંની પણ મબલક આવક યાર્ડમાં શરૂ થઈ છે. માર્કેટ યાર્ડ ખુલતાની સાથે મરચાંની આવકમાં વધારો (Increase in chilli income)થયો છે તો એક જ દિવસમાં યાર્ડ હાઉસફુલ થઈ જતા યાર્ડના સંચાલકો દ્વારા જ્યાં સુધી યાદમાં આવેલા માલની હરાજીના થાય ત્યાં સુધી આવક બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતારો
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાં અને અજમાની આવક જામનગર હાપા માર્કેટ યાર્ડમાં(Hapa Market Yard in Jamnagar ) થઈ રહી છે જોકે ખેડૂતોને અજમા અને મરચાનો સારો ભાવ મળવાના કારણે યાર્ડમાં આવક શરૂ થઈ છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં(Hapa Market Yard prices ) આ વર્ષે અજમાનો ભાવ વિક્રમજનક બોલાયો હતો. સાત હજાર રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળ્યો હતો. હાલની સ્થિતિ જોઈએ તો ચાર હજાર સુધીનો ભાવ ખેડૂતોને અજમાનો મળી રહ્યો છે. હાપા માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતારો જોવા મળી રહી છે મરચાનો ભાવ પણ આસમાને છે.