જામનગર : જામનગરમાં યોજાયેલા લોક ડાયરામાં 2000ની ચલણી નોટોનો વરસાદ જોવા મળી હતો. વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં ગાયક કિર્તીદાન ગઢવી, માયા આહીર અને કિંજલ દેવ સહિતના કલાકારો હતા. ત્યારે આ લોક ડાયરામાં 2000ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરતા હોવાનું સામે આવ્યું છે.
ગુલાબી નોટનો વરસાદ :જામનગરમાં ભવ્ય લોકડાયરો યોજાયો હતો ગુલાબી નોટનો વરસાદ થયો હતો સાથે સાથે ડોલર અને પાઉન્ડની નોટો પણ ઉડી હતી. પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાનો જન્મ દીવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર તેમજ રીબડા ગૃપ અને જયરાજ ગ્રુપ દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
મહારાણા પ્રતાપની જન્મ જયંતી હોવાના કારણે સમગ્ર હાલાર પંથકના રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું - હકુભા જાડેજા (પૂર્વ ધારાસભ્ય)