જામનગર: એલસીબીએ બાતમીના આધારે જોડીયા તાલુકાના હડીયાણા ગામ પાસે આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કેશુભા સોઢાની તપાસ કરતા તેની પાસેથી લાયસન્સ પરવાના વગરની ગેરકાયદે પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 25 હજાર છે.
જામનગર: LCBએ પિસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ કરી - Jamnagar LCB
જામનગર LCBએ પિસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
જામનગર એલસીબીએ પિસ્ટલ સાથે એક આરોપીની ધરપકડ કરી
આ અંગે આરોપીની વધુ પૂછપરછ કરતા હથિયાર કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા અને દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજાએ તેને પિસ્ટલ સપ્લાય કરી હોવાનું સામે આવ્યું હતું. એલસીબીએ આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.