- જામનગર LCB એ વિવિધ ગુન્હામાં સંળોવાયેલા 6 આરોપીઓ પૈકી એકની મધ્યપ્રદેશથી કરી ધરપકડ
- પાંચ આરોપીઓની શોધખોશ શરૂ કરાઇ
- આરોપીઓએ સાડા આઠ લાખ જેટલી માતબર રકમની લૂંટ કરી હતી
ભાણવડ : થોડા દિવસો પૂર્વે ભાણવડ તાલુકાના મેવાસા ગામે ફાટક પાસે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ કોળીના રહેણાંકમાંથી મધ્યરાત્રીએ ઘરના સભ્યોને કેદ કરીને દાગીના, રોકડ રકમ ફોરવહીલ સહીત સાડા આઠ લાખ જેટલી માતબર રકમની લૂંટ ચલાવી હતી. તો આ સાથે લાલપુર કોલેજ કમ્પાઉન્ડમાંથી બુલેટ મોટર સાઇકલની ચોરી કરી નાકા બંધી દરમિયાન લાલપુર પોલીસવાન પર પથ્થર મારો કરી અને રાત્રીના અંધારામાં ઓગળી જનારા ગેંગના એક ઈસમને જામનગર એલ. સી. બી. એ મધ્યપ્રદેશના કાકડકુવા ગામથી ઝડપી પાડ્યો હતો. જોકે હાલ વધુ પાંચ ઈસમોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.