પ્રાપ્ત વિગતો મુજબ, આ લખન ઉપર મારામારી, ધમકી તેમજ દારૂના ધંધાર્થીઓ તરીકેના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્રણ ગુના 307 ના પણ નોંધાયા છે. થોડા દિવસો પૂર્વે એક ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને ઘરે જઈ ધાક ધમકી આપવાને કારણે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
જામનગર LCBએ અનેક ગુનાઓમાં સંડોવાયેલ અને પત્રકારને ધમકી આપનાર બુટલેગરની કરી ધરપકડ
જામનગર: હાલના સમયે જામનગરમાં ગુનાખોરી વધી ગઈ છે. LCBએ પત્રકારને ધાક ધમકી આપનાર બુટલેગર લખન ચાવડાની ધરપકડ કરી હતી. જેમાં 16 જેટલા દારૂના ગુનામાં સંડોવાયેલ લખન ચાવડા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. તેને પકડી લેવામાં આવ્યો હતો.
design photo
પોલીસે રીઢા ગુનેગાર લખન ચાવડાની ધરપકડ કરી લીધી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, લખન નવાગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલો છે.
જામનગર શહેરમાં અનેક લોકોને ધાક ધમકી આપવી અને લોકોને ત્રાસ પણ લખન ચાવડા આપતો હોવાના પોલીસ ફરિયાદ અગાઉ નોંધાઈ ચુકી છે. હાલ LCB પોલીસે લખનની ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.