ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar Crime : શિકારી સીમમાં અડધી રાત્રે ત્રણ શખ્સોએ વૃદ્ધ પર ગાડી ચડાવીને કરી હત્યા - Old man killed in Meghpar Padana

જામનગરના નવાગામ શિકારી સીમમાં ત્રણ શખ્સોએ વૃદ્ધ પર ગાડી ચડાવીને હત્યા કરી નાખી છે. જમીન મામલે સામાન્ય બોલાચાલી થતાં રાત્રે વૃદ્ધને મુંઢ માર મારીને ગાડી માંથે ચડાવી દીધી હતી. ત્યારે હાલ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jamnagar Crime : શિકારી સીમમાં અડધી રાત્રે ત્રણ શખ્સોએ વૃદ્ધ પર ગાડી ચડાવીને કરી હત્યા
Jamnagar Crime : શિકારી સીમમાં અડધી રાત્રે ત્રણ શખ્સોએ વૃદ્ધ પર ગાડી ચડાવીને કરી હત્યા

By

Published : Jun 6, 2023, 6:26 PM IST

જામનગર : મેઘપર પડાણા પંથકના નવાગામ શિકારી સીમમાં ગતરાત્રીના એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. અડધી રાત્રે વૃદ્ધની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ જમીનના મામલે બોલાચાલી થઈ હતી. ત્રણ શખ્સોએ વૃદ્ધને અસહ્ય માર મારી પછાડી, ગાડી માથે ચડાવી દીધાનું સામે આવ્યું છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર હાજર રહીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો :મળતી માહિતી અનુસાર નવાગામ શિકારીમાં રહેતા 65 વર્ષીય ભીખુભાઇ કેશવાલા નામના વૃદ્ધ ગતરાત્રીના વાડીએ હતા, આ દરમિયાન આરોપીઓએ મધરાત્રીના વાડીએ ઘસી જઈ ભીખુભાઇને મુંઢમાર મારી, પછાડી દઇ, ગાડી ચડાવી દઇને ઢીમ ઢાળી દીધાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મૃતકના પુત્રનું શું કહેવું છે :આ સમગ્ર મામલે મૃતકના પુત્રે ETV Bharatને જણાવ્યું હતું કે, રાતના સમયે ત્રણ શખ્સો કાર લઈને આવ્યા હતા. જમીન મુદ્દે પિતાએ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં હુમલો કર્યો હતો અને જતા જતા કાર પિતા પર ચડાવી હતી. જેના કારણે પિતાનું મૃત્યુ નિપજયુ હતું. આ પ્રકાર બનાવ બનતા પોલીસને જાણ કરી હતી.

મૃતકના પુત્રનો રાત્રે ફોન આવ્યો હતો. બળદેવ, સંજય તેમજ એક અજાણ્યો શખ્સ રાત્રીના સમયે થાર કાર લઇ અને તેમની વાડી આવ્યા હતા. પિતા સાથે બોલાચાલી કર્યા બાદ હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. હાલ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને હત્યારાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે- PSI રાણા (પડાણા પોલીસ સ્ટેશન)

મૃતદેહને પોસ્ટમોર્ટમ :મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા પ્રાથમિક વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બળદેવ સહિતના ત્રણ શખ્સોના નામ પોલીસ સમક્ષ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે, હાલ હત્યાના આ બનાવથી લાલપુર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.

  1. Ahmedabad Crime News : લિફ્ટ માંગતા પહેલા સાવધાન, મહિલાએ લિફ્ટ માંગતા શખ્સે લૂંટના ઇરાદે કરી હતી હત્યા
  2. Vadodara Crime News : વડોદરામાં જમાઈ ગેસ સિલિન્ડર આપવા સાસરીમાં ગયો, સાળાએ છરીના ઘા મારીને હત્યા કરી
  3. Vadodara Crime : વડોદરામાં પત્નીના પ્રેમીએ સોપારી આપી પતિને મારી નાખવાની, 5ની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details