ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News: સ્પેશ્યલ ચાઈલ્ડને મળ્યા સ્પેઇનના મમ્મી, સિંગલ મધર કરશે શિશુની સંભાળ - Jamnagar parents adoption

સ્પેનની મહિલાએ જામનગરમાંથી સ્પેશિયલ ચાઇલ્ડ દત્તક લીધું છે. આ સમયે મહિલાના આંખમાં આવી ગયા હતા. કલેકટર બી.એ.શાહના હસ્તે બાળકને તેના દત્તક માતાને સોંપવાની પ્રક્રિયા કરાઈ હતી. જે બાદ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટર બી.એ.શાહએ  જણાવ્યું હતું.

Jamnagar News: સ્પેશ્યલ ચાઈલ્ડને મળ્યા સ્પેઇનના મમ્મી, સિંગલ મધર કરશે શિશુની સંભાળ
Jamnagar News: સ્પેશ્યલ ચાઈલ્ડને મળ્યા સ્પેઇનના મમ્મી, સિંગલ મધર કરશે શિશુની સંભાળ

By

Published : Apr 19, 2023, 3:48 PM IST

જામનગર: માતા-પિતાની છત્ર વિહોણા માસૂમના જીવનમાં પ્રકાશ ફેલાયો જોવા મળ્યો છે.વિદેશની માતાએ બાળકને ખોળે લેતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ના સ્પેશિયલ ચાઇલ્ડ સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહ ની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરએ જણાવ્યું હતું.

જરૂરિયાતની વસ્તુઓ: સ્પેનથી પોતાના પરિવાર સાથે આવેલ મહિલાએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું જામનગર સ્પેશિયલ ચાઇલ્ડ માતા બનીશ.મારુ માં બનવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે. આ તકે તેમણે કલેકટર,જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂર બા સ્ત્રી વિકાસ ગૃહ નો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસગૃહ દ્વારા બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું તે દરમિયાન તે બાળક ની તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે આપી હતી.

આ પણ વાંચો Jamnagar News : 50થી વધુ ગુના આચરનાર જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો કર્યો હુકમ, પરંતુ...

મહિલા રડી પડી: સ્પેનિશ ભાષામાં વાત કરતા મહિલા રડી પડી હતી અને સિંગલ મધર ને બાળક દત્તક આપવામાં આવ્યું તે માટે તમામ લોકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ના પ્રમુખ કરશન ભાઇ ડાંગર તેમજ બાળ કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો Jamnagar News : ગુજસીટોક હેઠળ 3 કરોડની મિલકત સિઝ, યશપાલ જશપાલબંધુની જમીન જપ્તીની કાર્યવાહી

દત્તક આપવામાં આવ્યું:કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ના પ્રમુખ કરશનભાઇ ડાંગરે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે સ્પેનની મહિલા અહીંથી એક સ્પેશિયલ બાળકને દત્તક લીધું છે. બાળકનો ઉચ્છર પણ વ્યવસ્થિત કરે તેવી બાંહેધરી આપી છે. સંસ્થા દ્વારા તમામ રીતે ચકાસણી કરવામાં આવે છે. બાદમાં જિલ્લા કલેકટર ની હાજરીમાં બાળક સોંપવામાં આવે છે. જો કે અગાઉ પણ અનેક બાળકો વિદેશમાં દત્તક આપ્યા છે. સિંગલ મધર ને બાળક દત્તક આપવામાં આવ્યું છે. અમને ખાત્રી છે કે બાળકનો સર્વાંગી વિકાસ થશે.

ABOUT THE AUTHOR

...view details