- ભારતીય તટરક્ષક દળની અદભૂત કામગીરી
- ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂને બચાવ્યાં
- ભારતીય નેવીએ સાત માછીમારોને ડૂબતા બચાવ્યાં
જામનગરઃ જામનગરના ઓખા નજીક ભારતીય તટરક્ષક દળની અદભૂત કામગીરી સામે આવી છે. જેમાં ઓખાથી 21 નોટિકલ માઈલ દૂર ડૂબતી નાવમાં સવાર હતાં. એવા 7 માછીમારો જીવસટોસટના જંગમાં મૂકાયાં હતાં તેઓનો બચાવ કરવામાં આવ્યો હતો. જોકે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. C-413 દાતુમ ખાતે આવી પહોંચ્યું હતું અને ભારે પૂરના કારણે તેમને આંશિક ડૂબેલી સ્થિતિમાં હોડી મળી આવી હતી. ક્રૂએ લંગર ફેંક્યું હોવાથી હોડીને પાછી કાઢવાની વ્યવસ્થા શક્ય નહોતી અને તેમણે હોડી છોડી દીધી હતી.
•તમામ ક્રૂને સ્વસ્થ અને સ્થિર સ્થિતિમાં અહીં સોંપવામાં આવ્યાં હતાં
તમામ ક્રૂને સલામત રીતે C-413માં બેસાડીને ઓખા લાવવામાં આવ્યાં હતાં. બચાવવામાં આવેલા ક્રૂ સાથે C-413 1500 કલાકે ઓખા આવી પહોંચ્યું હતું. તમામ ક્રૂને સ્વસ્થ અને સ્થિર સ્થિતિમાં અહીં સોંપવામાં આવ્યાં હતા.
ભારતીય તટરક્ષક દળે ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂને બચાવ્યાં - ભારતીય તટરક્ષક દળ
ભારતીય તટરક્ષક દળના જહાજ C-413 દ્વારા 17 ડિસેમ્બર 2020ના રોજ ઓખાથી અંદાજે 21 નોટિકલ માઇલ દૂર IFB શ્રી દરિયાખેડૂના 07 ક્રૂને બચાવવામાં આવ્યા હતાં. તકલીફમાં હોવાની માહિતી મળ્યાં બાદ ઓખાના તટરક્ષક જિલ્લા હેડક્વાર્ટર દ્વારા દાતુમ ખાતે મહત્તમ ઝડપ સાથે C-413 લોન્ચ કરવામાં આવ્યું હતું અને સહાયતા પહોંચાડવામાં આવી હતી.
ભારતીય તટરક્ષક દળે ઓખા નજીક IFB દરિયાખેડૂના 07 ક્રૂને બચાવ્યાં