જામનગર પીજીવીસીએલ દ્વારા શહેરના કાલાવડ નાકા, ગઢની રાંગ ,ગ્રેઇન માર્કેટ નાગેશ્વર સહિતના વિસ્તારોમાં drive હાથ ધરી વીજ ચોરી ઝડપી લેવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 44 જેટલી ટુકડીઓએ ફુલ 706 ધારકોને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું.
જામનગરમાં વીજ ચોરી કરનાર સામે PGVCLની લાલ આંખ, 706 લોકોના ઘરે ચેકિંગ - current
જામનગરઃ શહેર પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે વીજ ચેકિંગની કાર્યવાહી રાખવામાં આવી છે. જ્યારે સોમવારના રોજ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલ વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કુલ 706 ધારકોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 123 ધારકો વીજચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા છે અને તમામને આશરે 30 લાખના ચોરીના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે.
PGVCL જામનગર
આ ચેકિંગ દરમિયાન pgvcl સ્ટાફ અને એક્સ આર્મીમેન, વિડીયોગ્રાફર સાથે રાખવામાં આવ્યા હતા. વીજ કંપનીની ચેકીંગ ટુકડીઓ દ્વારા દિવસભર હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કુલ 123 ધારકોને વીજચોરી કરતાં ઝડપી લેવામાં આવ્યા હતા.
આ તમામ 23 લાખના ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. જ્યારે સતત બીજા દિવસે શહેરના અન્ય વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત રાખવામાં આવી છે. જેના પગલે વીજ ચોરી કરનાર આસામીઓ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.