ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સગા ભત્રીજાની હત્યા કરી બંને કાકા ફરાર - Murder Case

જામનગરઃ શહેરના સાધના કોલોનીમાં બે કાકાએ ભત્રીજાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ફ્રૂટના વ્યવસાય સાથે જોડાયેલા વિક્રમસિંહ અને નારૂભા રાઠોડ સગા ભત્રીજા મહાવીરસિંહ રાઠોડની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા છે.

મૃતક મહાવીર સિંહ રાઠોડ

By

Published : May 13, 2019, 11:01 PM IST

હાલના તબક્કામાં મૃતક મહાવીરસિંહ રાઠોડને માથાના ભાગે લાકડીના ઘા મારી હત્યા કરી હોવાની આશંકા છે. જ્યારે મહાવીરસિંહ રાઠોડની હત્યા કરી વિક્રમસિંહ અને નારુભા રાઠોડ ફરાર થઈ ગયા છે

મહત્વનું છે કે, ભત્રીજો મહાવીરસિંહ રાઠોડ પોતાના કાકા સાથે સાધના કોલોનીમાં રહેતો હતો. અગાઉ પણ કાકા અને ભત્રીજા વચ્ચે માથાકૂટ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પારિવારિક મનદુઃખના કારણે હત્યા કરાઈ હોવાની આશંકા છે. DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details