પશુઓની સાથે રહેવાથી ફેલાતા આ રોગનું પ્રમાણ દિવસેને દિવસે વઘી રહ્યું છે. જેથી આરોગ્ય તંત્ર આરોગ્યલક્ષી પગલાં લઈ સૌને કાળજી રાખવા માટે માહિતગાર કરી રહ્યું છે. જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ પશુપાલકોને ત્યાં પહોંચીને દવાનો છંટકાવ કરી રહી છે. તેમજ કોંગો ફીવરને લઈને સજાગતા દાખવવા માટે જણાવી રહી છે.
જામનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર થયુ સજાગ - Jamnagar
જામનગરઃ રાજ્યભરમાં કોંગો ફીવરને લઈને સતર્કતા રાખવા માટે સૂચના અપાઈ રહી છે. જામનગરમાં પણ એક કોંગો ફીવરનો કેસ નોંધાયો છે. જેથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા મંગળવારના રોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગો ફીવરને લઈ ધ્યાનમાં રાખવામાં આવતી કાળજી અને તંત્ર દ્વારા લેવાતા આરોગ્યલક્ષી કાર્યો વિશે જાણકારી આપવામાં આવી હતી.
જામનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર થયુ સજાગ
ઉલ્લેખનીય છે કે, કોંગો ફીવર પશુમાં રહેલી ઇટરડીના કારણે ફેલાય છે. સૌથી વધુ કોંગો ફીવરના કેસ યુરોપ તેમજ આફ્રિકામાં જોવા મળે છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર બાદ જામનગરના જી.જી.હૉસ્પિટલમાં કોંગો ફીવરનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેથી આરોગ્ય તંત્ર દ્વારા ત્વરીત દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે સ્થાનિકો આરોગ્ય તંત્રની બેદરકારીને લઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.