ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મહિલા કોર્પોરેટે વોટર સપ્લાઇ કરતા ટેન્કરો પર દરોડા પાડ્યા, GPS સિસ્ટમ બંધ હોવાનો આક્ષેપ - Jamnagar samachar

જામનગરઃ શહેરના મહિલા કોર્પોરેટર જેનમબેન ખફીએ તંત્ર દ્વારા થતા પાણી વિતરણના ભ્રષ્ટાચાર સંદર્ભે રેડ પાડી હતી. આ રેડમાં પાણી વિતરણ કરતા ટેન્કરોમાં GPS સિસ્ટમ બંધ હોવાનો આક્ષેપ થયો હતો. જનરલ બોર્ડમાં પણ નગરસેવીકાએ GPS બંધ હોવાનો પ્રશ્ન કર્યો હતો.

etv
જામનગરઃ વોટર સપ્લાઇ કરતા ટેન્કરોની GPS સિસ્ટમ બંધ, નગરસેવીકાએ પાડી રેડ

By

Published : Jan 18, 2020, 7:49 PM IST

જામનગર મહાનગર પાલિકા હદમાં સમાવવામાં આવેલા જામનગર શહેરની બહારના વિસ્તારોમાં તંત્ર ટેન્કર મારફત પાણીનું વિતરણ કરે છે. આ ટેન્કરોમાં GPS લગાવાયું હોય છે. જેથી આ વિસ્તારોમાં ખરા અર્થમાં પાણી પહોંચે છે કે, કેમ તેની માહિતી પ્રાપ્ત થાય છે.

જામનગરઃ વોટર સપ્લાઇ કરતા ટેન્કરોની GPS સિસ્ટમ બંધ, નગરસેવીકાએ પાડી રેડ

કોંગ્રેસના કોર્પોરેટર જેનમબેન ખફીએ જામ્યુકો તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે, દર મહિને રૂપિયા 12 લાખથી વધુ રકમ પાણીના ટેન્કરોને આપવામાં આવે છે, પરંતુ આ પાણી જરૂરિયાતમંદો સુધી પહોંચતું નથી. મનપા તંત્ર ગેરકાયદેસર રીતે પાણીને વહેંચી નાખે છે. અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં તંત્ર 'આંખ આડે પાટા' બાંધી રહ્યું હતું. જેના પરિણામે નગર સેવિકા જેનમબેને આ રેડ પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details